‘બ્રાઉન’માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે કરીશ્મા

કરીશ્માની વર્ષોની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કેરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ…

કરીશ્માની વર્ષોની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કેરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ પહેલાં ક્યારેય જોવા મળી નથી. ઝી5 પર આવનારા એક ઓટીટી શો ’બ્રાઉન’નો પહેલો લૂક લોંચ કરવામાં આવ્યો છે, જેમાં કરીશ્મા અલગ લૂકમાં જોવા મળે છે. એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જે એક મર્ડર મિસ્ટ્રી છે.

તેના ટીઝરમાં કરીશ્મા રીટા બ્રાઉન તરીકે જોવા મળશે, જે એક બહાદુર અને બેબાક પોલિસ ઓફિસર છે. આ એક ઇમોશનલ અને ડાર્ક સ્ટોરી છે, જેનાથી આ એક સાઇકોલોજિકલ થ્રિલર હોવાનો અંદાજ મળી જાય છે. તેમાં કરીશ્માની એક પોલિસ ઓફિસર તરીકે પહેલી ઝલક મળે છે. 90ના દાયકામાં કરીશ્મા એક લોકપ્રિય એક્ટ્રેસ હતી, જે દરેક જનરેશનના લોકોમાં જાણીતી હતી. વચ્ચે વચ્ચે તે અમુક ઓટીટી શોમાં જોવા મળી હતી, ત્યારે બ્રાઉનમાં હવે આજના ઓટીટીના માહોલમાં એક ગંભીર રોલ કરી રહી છે, તે કરીશ્માની કેરીઅરનો પણ એક મહત્વનો મળાંક સાબિત થઈ શકે છે.

આ સિરીઝ અભિનય દેવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને કરીશ્માને એક સસ્પેન્સ, ઉગ્ર અને ગંભીર માહોલમાં કરીશ્માને એક રફ એન્ડ ટફ રોલમાં રજુ કરશે. કરીશ્માની ડિજીટલ કેરીઅરને આ રોલ નવી દિશા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *