મુંબઇના મેદાનમાં કરીના કપૂર મિતાલી રાજનું ટ્રોફી વોકઆઉટ

ભારતની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ અને યુનિસેફ ઇન્ડિયા નેશનલ ઍમ્બેસેડર કરીના કપૂર ખાને ગઇકાલે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ટ્રોફી વોકઆઉટ કર્યું હતું. મહિલા…

ભારતની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ અને યુનિસેફ ઇન્ડિયા નેશનલ ઍમ્બેસેડર કરીના કપૂર ખાને ગઇકાલે નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ટ્રોફી વોકઆઉટ કર્યું હતું. મહિલા વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ગ્રાઉન્ડ પર આગમન કરીને એને સ્થાપિત કરવાની વિધિમાં બન્ને હસ્તીએ ભાગ લીધો હતો અને હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

42 વર્ષની મિતાલી મહિલા વન-ડે જગતની સર્વોચ્ચ રનમેકર ખેલાડી છે. મહિલા વન-ડે જગતમાં તેના 7,805 રન તમામ ખેલાડીઓમાં હાઇએસ્ટ છે. કરીના બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેઓ બન્ને સાથે મેદાન પર બે બાળક તેમ જ યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ પણ આવ્યા હતા. એમાં અનુક્રમે લુબના શાહ, ગૌરવ શર્મા તથા સિન્થિયા મેકકેફ્રીનો સમાવેશ હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સેમિ ફાઇનલ પહેલાંની મેદાન પરની વિધિ દરમ્યાન મિતાલી અને કરીનાની ઉપસ્થિતિને લીધે સ્ટેડિયમમાં બેઠેલા ક્રિકેટપ્રેમીઓ મેચ પહેલાં જ રોમાંચિત થઈ ગયા હતા. આઇસીસી-યુનિસેફની ભાગીદારી દુનિયાભરમાં ક્રિકેટની પહોંચનો લાભ લઈને બાળકોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ તેમ જ હિંસા સામે સુરક્ષાના અધિકારને સુનિશ્ચિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *