પીઢ બોલિવૂડ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન તેમની સાદગી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતી છે. આ સિવાય જયા બચ્ચન ઘણીવાર તેની પૌત્રી નવ્યા નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટમાં પણ જોવા મળે છે, જ્યાં તે ઘણા બધા મુદ્દાઓ પર ખુલીને વાત કરે છે. આવા જ એક પોડકાસ્ટ દરમિયાન અભિનેત્રીએ તેની સ્કિન કેર રૂૂટિન વિશે વાત કરી.
જયા બચ્ચને કહ્યું કે તે અઠવાડિયામાં એક કે બે વાર નહાવા માટે મીઠું વાપરે છે. તેઓ ત્વચા પર મીઠું લગાવે છે અને હળવા હાથે ઘસવામાં આવે છે, મીઠું કુદરતી એક્સ્ફોલિયન્ટ તરીકે કામ કરે છે અને તમારી ત્વચાને ખૂબ જ ચમકદાર અને સ્વચ્છ બનાવે છે.