જસપાલ રાણા ભારતમાં શુટિંગના ખરા ચેમ્પિયન

જસપાલ રાણાના નિધન સાથે ભારતીય સ્પોર્ટ્સનો એક યાદગાર યુગ પૂરો થઈ ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જસપાલ રાણાને ભારતમાં શૂટિંગને એક સ્પોર્ટ્સ સ્થાપિત કરવાનો…

જસપાલ રાણાના નિધન સાથે ભારતીય સ્પોર્ટ્સનો એક યાદગાર યુગ પૂરો થઈ ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જસપાલ રાણાને ભારતમાં શૂટિંગને એક સ્પોર્ટ્સ સ્થાપિત કરવાનો અને યંગસ્ટર્સને તેમાં રસ લેતા કરવાનો યશ અપાય છે. જસપાલ રાણા એક શૂટર તરીકે અત્યંત સફળ હતા ને કોચ તરીકે પણ ભવ્ય સફળતા મેળવી એ જોતાં રાણાને ભારતમાં શૂટિંગ સ્પોર્ટ્સના સૌથી મોટા સ્ટાર ગણવામાં કશું ખોટું નથી.

જસપાલ રાણા 1990ના દાયકામાં એક પછી એક રેકોર્ડ તોડતા હતા તેના કારણે જસપાલ રાણા ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતી લાવશે એવું કહેવાતું. રાણા ખેલાડી તરીકે આ અપેક્ષા પૂરી ના કરી શક્યા પણ કોચ તરીકે તેમણે આ અપેક્ષા ચોક્કસ પૂરી કરી. ઓલિમ્પિક ગેમ્સ સિવાયની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રાણાએ યશસ્વી દેખાવ કરીને ભારતને ગૌરવ અપાવ્યું જ છે. જસપાલ રાણાએ એશિયન ગેમ્સમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 8 મેડલ જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સમાં તો રાણાએ 9 ગોલ્ડ મેડલ સાથે કુલ 15 મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ પણ જીતનારા રાણા છેક 30 વર્ષની ઉંમર સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા ને ભારતને મેડલ અપાવતા રહ્યા.

2006ની કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ પછી તેમણે નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં અનેક રેકોર્ડ તેમણે પોતાના નામે કરી લીધેલા. 2006માં છેલ્લી એશિયન ગેમ્સમાં રાણાએ 3 ગોલ્ડ મેડલ જીતેલા એ જોતાં તેમને ધક્કા મારીને નહોતા કાઢવા પડ્યા પણ કારકિર્દી મધ્યાહ્ને હતી ત્યારે માનભેર નિવૃત્ત થયેલા. સ્પોર્ટ્સમાંથી નિવૃત્ત થયા પછી રાણાએ રાજકારણમાં ઝંપલાવેલું પણ બહુ સફળતા નહોતી મળી. 2005 મનુ ભાકર જસપાલ રાણાની કોચિંગ કરીયરમાં સુવર્ણ પ્રકરણ છે કેમ કે મનુએ 2024ના ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. મનુ પહેલાં 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની. એ પછી મનુએ મીટર પિસ્તોલ મિશ્ર ટીમમાં સરબજોતસિંહ સાથે મળીને બીજો બ્રોન્ઝ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો. મનુ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર પહેલી ભારતીય બની.

મનુ 25 મીટર પિસ્તોલમાં સહેજ માટે રહી ગયેલી અને ચોથા સ્થાને આવેલી બાકી એક જ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ પણ જીતી ગઈ હોત. રાણાના નિધન પછી મીડિયાએ મનુ ભાકર સાથેની એક તસવીર પ્રસિદ્ધ કરી છે અને આ તસવીર જ રાણાએ ભારતીય યંગ શૂટર્સ માટે શું કર્યું ને યંગસ્ટર્સ તેમને કેવું માન આપતા એ સ્પષ્ટ કરી દે છે. તસવીરમાં મનુ અને જસપાલ રાણા કારની પાછલી બેઠકમાં બેઠા છે ને મનુ રાણાના ખભે માથું ઢાળીને સૂઈ ગઈ છે. જે દેશમાં ફેડરેશનના ? રાજકારણી હોદ્દેદારો સામે સગીર છોકરીઓની જાતિય સતામણીના કેસ થયા છે ત્યાં એક શૂટરનું કોચ સાથે આવું બોન્ડ ક્યારે હોય ? કોચને પિતાતુલ્ય માનીને છોકરી ક્યારે વર્તી શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *