રવિવારે રાત્રે ટાઈગર શ્રોફ પર હુમલો કરવામાં આવ્યો હતો. લોરેન્સ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે, તેની આવી જ હાલત થશે. આ ઘટના પછી લોરેન્સ ગેંગના અનિલ પંડિતે સોશિયલ મીડીયા પર પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું જય મહાકાલ, જય શ્રીરામ, રામરામજી બધા ભાઇઓને આજે જે આ ટાઇગરનું કામ થયું છે તેની જવાબદારી હું અને પંડીત અને હરમાન સંધુ લઇએ છીએ. આને ફોન કરી સમજાવ્યું હતું પણ આને સમજ ન પડી જેથી આજે તેને સરખી રીતે સમજાવી દીધું છે. જે પણ મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણી વાત નહીં સાંભળે અથવા સલમાન સાથે કામ કરશે. આગલો નંબર તેનો હશે. વેઇટ એન્ડ વોચ.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન ’SVC63’ નામની ફિલ્મમાં જોવા મળશે, જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં નયનતારા પણ છે. અહેવાલો અનુસાર, સુપરસ્ટાર જેકી શ્રોફ જે ટાઈગર શ્રોફના પિતા છે પણ આ ફિલ્મનો ભાગ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ રાજુ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું નિર્દેશન વામશી પૈડિપલ્લી કરી રહ્યા છે.
