કાર્તિક આર્યનની તૂ મેરી, મૈ તેરા, ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી

એક્ટર કાર્તિક આર્યન હવે પોતાની આગામી ફિલ્મ તૂ મેરી મેં તેરા મૈં તેરા તૂ મેરી ફિલ્મની તૈયારીમાં લાગ્યો છે. હાલમાં સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ કાર્તિક…

એક્ટર કાર્તિક આર્યન હવે પોતાની આગામી ફિલ્મ તૂ મેરી મેં તેરા મૈં તેરા તૂ મેરી ફિલ્મની તૈયારીમાં લાગ્યો છે. હાલમાં સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ કાર્તિક આ ફિલ્મનું શૂટિંગ તબક્કાવાર કરી રહ્યો છે. આ ફિલ્મમાં અનન્યા પાંડેય તેની સાથે કો-સ્ટાર છે. આ ફિલ્મમાં છેલ્લે-છેલ્લે જેકી દાદાની એન્ટ્રી થઇ છે. કાર્તિકે જ આ વાતને સમર્થન આપ્યું છે. એક વીડિયો થકી તેણે અલગ સ્ટાઇલથી આ જાણકારી આપી છે. આ અંગેના ક્લિપમાં જોઇ શકાય છે કે કાર્તિક મિરરમાં દેખાય છે અને એ પછી જેકી શ્રોફની એન્ટ્રી થાય છે. જેકીના સ્વેગથી વધુ લાઇમલાઇટ આવે છે. આ વીડિયો શેર કરતાં કાર્તિક કેપ્શનમાં લખે છે કે લાઇટ્સ કેમેરા એન્ડ ધ ઓરિજિનલ હીરો. ફિલ્મમાં જેકીની એન્ટ્રીથી ફેંસની ખુશીના ઠેકાણાં નથી.

કાર્તિકની તૂ મેરી મેં તેરા મૈં તેરા તૂ મેરી ફિલ્મનું શૂટિંગ અગાઉ ક્રોએશિયામાં થયું હતું અને હવે બાકીનું શૂટિંગ રાજસ્થાનમાં થઇ રહ્યું છે. જોકે ફિલ્મ આગામી વર્ષે સપ્ટેમ્બરમાં સિનેમા ઘરોંમાં પહોંચે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *