ગુજરાત

ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો વધારે સારું થાત!

Published

on

સીલિંગ ઝુંબેશમાં પણ અતિરેક: નેહલ શુકલ


રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ભાજપના નગર સેવકોને કોઇપણ કામ માટે લેખીતમાં જ ભલામણો કરવાની લેખીત સુચના આપતા ભાજપમાં તેની ભારે ચર્ચા જાગી છે ત્યારે ભાજપના નગર સેવક નેહલ શુકલએ જણાવ્યું હતું કે પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો સારૂ હતું.
તેમણે જણાવેલ કે, લેખીત ભલામણો કરવી એ ખુબ સારી વાત છે આનાથી પદાધિકારીઓને કાયદાની મર્યાદામાં રહીને ભલામણ કરવાનું જ્ઞાન આવશે. ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ જાણ્યા વગર પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે. સ્ટેન્ડીંગમાં પણ ઘણી વખત કાયદાની મર્યાદા વિરૂધ્ધની દરખાસ્તો અધિકારીઓ દ્વારા રજુ કરી દેવામાં આવી છે. લેખીત ભલામણથી અધિકારીઓની પણ જવાબદારી ફિકસ થશે
તેથી કામોમાં ઝડપ થશે. ગેમઝોનની દુખદ ઘટના પછી તંત્ર દ્વારા ચાલી હેલી સિલિંગ અંગે નેહલ શુકલએ જણાવ્યું હતું કે, આ કામમાં કયાંકને કયાંક ઉતાવળ થઇ રહી હોય તેવું લાગે છે. કેમ કે તમે નોટિસ આપ્યા વગર સિલ મારી શકતા નથી. તંત્ર દ્વારા સીધા સીધા સિલ મારવામાં આવી રહ્યા છે તે પ્રજા માટે એક મુશ્કેલ અને પીડાદાયક અનુભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version