ગુજરાત

હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ

Published

on

નિર્મલા રોડ પર લીંબુડી વાડી પાસે મિલન સોસાયટીમાં રહેતા વિવેકભાઈ મણીલાલ દેથરીયા(ઉ.વ 38) નામના વેપારીએ ચોરીની આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં રૂૂ.3.19 લાખની ચોરી થતા આ બનાવમાં એલસીબી ઝોન.2ની ટીમે એક આરોપીને પકડી તેની પાસેથી માલવાહક રીક્ષા સાથે તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને નિર્મલા રોડ પર હનુમાન મઢી પાસે તીરૂૂપતી મેઇન રોડ ગોડાઉન કમ ઓફિસ આવેલી છે.તેમાં ઇલેકટ્રીકને લગતો સામાન રાખી વેપાર કરે છે.ગત તા.15ના સવારે દસેક વાગ્યે અહીં ગોડાઉને આવતા ગોડાઉનનો મેઇન દરવાજો ખોલતા અંદરના દરવાજાનો લોક તૂટેલો હતો અને સામાન અસ્તવ્યસ્ત હોય ચોરી થયાનું માલુમ પડ્યું હતું.બાદમાં કુલ રૂૂ.3,19,238 નો સામાન ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું.


આ મામલે જેસીબી જોન 2 ના પી.એસ.આઇ આર.એચ.ઝાલા અને તેમની ટીમના રાહુલભાઈ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા,જયંતિ ગીરી ગોસ્વામી હરપાલસિંહ જાડેજા અને મનીષ સોઢીયા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેઝ ચેક કરતા તેમાં ત્રણેક વ્યક્તિ રીક્ષામાં સામાન ભરી જતા દેખાયા હતા.આ બનાવમાં રીક્ષા નંબરને આધારે હનુમાન મઢી ચોક છોટુનગર મફતીયાપરા પાસેથી બાતમીને આધારે સની શંકરભાઈ વરગોડિયા(રહે.લોહાનગર મફતીયાપરા)ને પકડી તેમની પાસેથી સડગામ નાખેલા તાંબાના ઇલેક્ટ્રીક વાયરનો જથ્થો,લોખંડની તણી,મોટી કાતર,ડિસમિસ અને કોઈતો સહિત રૂૂ.2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આરોપીની પૂછપરછ કરતા તેમની સાથે ચોરી કરવામાં લોહાનગરના જીતેશ રમેશભાઈ પાટડીયા અને મનસુખ ઉર્ફે દીકુ હરિભાઈ પરમારનું નામ ખુલતા તેની શોધખોળ શરૂૂ કરાઇ છે.પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા આરોપીઓ નાના મોટા વાયરની ચોરીમાં પકડાયેલા હોય ગોડાઉનમાં રેકી કરી તેમાંથી વાયરની ચોરી કરતા અને વાયરને સળગાવી તેમાંથી નીકળેલા તાંબાના વાયર ભંગારના ડેલામાં વેચી રોકડી કરી પૈસા ત્રણેય સરખા ભાગે વેંચી દેતા હતા.સની અગાઉ જામનગરમાં ઘરફોડ ચોરી સહિત બે ગુનામાં,જીતેશ અગાઉ ચોરી મારામારી સહિત ચાર ગુના અને મનસુખ ચોરી,ધમકી અને હદપાર ભંગના 12 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version