ખતરનાક સૌર ઝંઝાવાતથી ઇસરો સહિતની સંસ્થાઓ હાઇએલર્ટ પર

સૂર્યના આ તરંગો તમામ કૃત્રિમ ટેકનોલોજિકલ ઉપગ્રહોને જામ કરી દે એવી દહેશત સોલાર ફલેરના કારણે ઉપગ્રહોની કાર્યપ્રણાલી પર અસર પડે તેવી શક્યતાસૌર મંડળમાં સૂર્યની નજીક…

સૂર્યના આ તરંગો તમામ કૃત્રિમ ટેકનોલોજિકલ ઉપગ્રહોને જામ કરી દે એવી દહેશત

સોલાર ફલેરના કારણે ઉપગ્રહોની કાર્યપ્રણાલી પર અસર પડે તેવી શક્યતાસૌર મંડળમાં સૂર્યની નજીક મોટી ગતિવિધિ નોંધવામાં આવી છેઅવકાશની ગતિવિધિ પર નજર રાખતા તમામ દેશો હાલ એલર્ટ પર સોલાર ફલેર વૈજ્ઞાનિકોએ સૂર્ય નજીક એક વિચિત્ર ગતિવિધિ નોંધી છે, જે બાદથી વિશ્વભરની અવકાશ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દરમિયાન, ISRO સહિત દેશભરની એજન્સીઓ સંભવિત રેડિયો બ્લેકઆઉટ માટેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

જ્યારે તીવ્ર સૌર વાવાઝોડા પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેઓ ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે, તથા ટેલિવિઝન સિગ્નલોને વિક્ષેપિત કરી શકે છે, અને રડાર અને પાવર ગ્રીડને અસર કરી શકે છે. ઇસરોના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, 50 થી વધુ કાર્યરત ભારતીય ઉપગ્રહો પર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે, વધતી સૌર પ્રવૃત્તિ સંદેશાવ્યવહાર, નેવિગેશન અને ઉપગ્રહના પેલોડ્સમાં વિક્ષેપનું જોખમ ઊભું કરે છે.

ઇસરો ખાતે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કના ડિરેક્ટર અનિલ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, રેડિયો બ્લેકઆઉટ થવાની પ્રબળ શક્યતા છે. બધા ઇસરો ઉપગ્રહો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સંદેશાવ્યવહાર સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ગ્રાઉન્ડ સ્ટેશનોએ મિશન નિયંત્રણ કેન્દ્રોને પહેલેથી જ ચેતવણીઓ જારી કરી છે, અને કોઈપણ વિક્ષેપોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની યોજનાઓ તૈયાર છે.

સૂર્ય પરની વર્તમાન પ્રવૃત્તિ એક્ટિવ રિજન 14366 નામના ચુંબકીય રીતે જટિલ મનાતા સનસ્પોટ ક્લસ્ટરની અચાનક તીવ્રતાને કારણે શરૂૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આ પ્રદેશમાં વારંવાર વિસ્ફોટો થયા છે, જેના કારણે ચાર ખૂબ જ તીવ્ર સૌર જ્વાળાઓ ઉત્પન્ન થઇ છે, જેમાં ડ8.1-ક્લાસ ફ્લેરનો સમાવેશ થાય છે, જે 2026 ની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી જ્વાળા છે.

નાસાએ પુષ્ટિ આપી છે કે, આ જ્વાળાઓ 1 ફેબ્રુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન ટોચ પર પહોંચી હતી, જેમાં સૌથી મજબૂત ડ8.1 વિસ્ફોટ 1 ફેબ્રુઆરીએ થયો હતો. અવકાશ હવામાન દેખરેખ એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે, આ ઘટના ઓક્ટોબર 2024 પછીની સૌથી તેજસ્વી સૌર જ્વાળાઓ હતી, અને 1996 પછી નોંધાયેલ ટોચની 20 સૌથી શક્તિશાળી જ્વાળાઓમાંની એક હતી, આધુનિક ઉપગ્રહની દેખરેખમાં આ વાત સામે આવી છે.

બધા જ વિસ્ફોટો નાસાના સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા કેદ કરવામાં આવ્યા હતા, જે સૂર્યની સપાટી પર વિસ્ફોટક ઘટનાઓનું સતત નિરીક્ષણ કરે છે. સૂર્ય દર 11 વર્ષ કે તેથી વધુ વખત તીવ્ર પ્રવૃત્તિના ચક્રમાંથી પસાર થાય છે, અને આ સૌર તોફાન પ્રવૃત્તિ આ સૌર મેક્સિમાનો એક ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *