ક્રાઇમ

પડધરી પાનની દુકાનમાં આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું વેચાણ થતું’તું

Published

on

રાજકોટ જિલ્લાના પડધરી મુખ્ય બજારમાં આવેલ ભારત પાન નામની દુકાનમાં છ માસ પહેલા પોલીસે દરોડા પાડી આયુર્વેદિક ટોનીકની 20 જેટલી બોટલો કબજે કરી એફએસએલમાં રિપોર્ટ માટે નમુના મોકલી આપવામાં આવ્યા હતાં. જેમાં આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું વેચાણ થતું હોવાનું બહાર આવતાં અંતે પોલીસે વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, પડધરીના મેઈન બજારમાં આવેલ ભારત પાનની દુકાનમાં પોલીસે ગત તા.30-11-2023ના દરોડા પાડી તપાસ કરતાં આશવ આયુર્વેદિક ટોનિકની 20 બોટલ મળી આવી હતી. જે કબજે કરી પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલી આપી હતી. જેનો આજે રિપોર્ટ આવ્યો હતો. જેમાં આયુર્વેદિક ટોનિકના નામે ઈથાઈલ આલકોહોલનું વેચાણ થતું હોવાનો અભિપ્રાય આવ્યો હતો.એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે પડધરીના વેપારી ગૌરવ ખેંગારભાઈ પરમાર અને તેને નશાકારક ટોનિક આપનાર રફીક સુલેમાન ગલેરીયા સામે પ્રોહીબીશન ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટ જિલ્લામાં ચાર સ્થળે જુગાર દરોડા 21 ઝડપાયા
રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર જુગારના હાટડા ધમધમી રહ્યાં છે ત્યારે ભાયાવદર, ધોરાજી, ભાડલા અને મેટોડા પોલીસે જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતા 21 શખ્સોની ધરપકડ કરી 82,900નો મુદામાલ કબજે કર્યો છે. જેમાં મહિલાના ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી મકાન માલીક હંસાબેન કલાભાઈ સાગઠીયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી 55,400ની રોકડ રકમ કબજે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version