ભારતનું નવું સ્પોર્ટ્સ રેવોલ્યુશન : યુવાનો માટે નવા અવસર

ભારત આજે રમતગમતના એક એવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં રમત માત્ર મનોરંજન નહીં, પણ જીવનનો અભિન્ન ભાગ બનાવી રહ્યા છે. રમતગમતમાં કારકિર્દી બનાવવી એ…

ભારત આજે રમતગમતના એક એવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં રમત માત્ર મનોરંજન નહીં, પણ જીવનનો અભિન્ન ભાગ બનાવી રહ્યા છે. રમતગમતમાં કારકિર્દી બનાવવી એ રાષ્ટ્રનાં ગૌરવ સાથે જોડાયેલું છે. આ બદલાવ યુવાનો માટે ખાસ પ્રેરણાદાયી છે. બજેટમાં પણ રમતગમત માટે હજારો કરોડનો ખર્ચ જ દર્શાવે છે કે દેશ હવે રમતને ગંભીરતાથી લઈ રહ્યો છે. આજે માત્ર દીકરાઓ જ નહીં, દીકરીઓ પણ આ ક્ષેત્રે ખૂબ આગળ વધવા લાગી છે. રમતને મળતું પ્રાધાન્ય એ જ આ ક્ષેત્રનું રેવોલ્યુશન છે.

ભારતમાં પહેલાં ક્રિકેટ મુખ્ય રમત ગણાતી હતી. જયારે આજે કબડ્ડી, ફૂટબોલ, બેડમિન્ટન, હોકી, એથ્લેટિક્સ જેવી અનેક રમતોમાં બાળકો આગળ આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનો ફિટનેસ તરફ વળી રહ્યા છે. રમતને જીવનનો ભાગ બનાવી રહ્યા છે તેમજ દેશ માટે મેડલ જીતવાના સપનાઓ જોઈ રહ્યા છે. રમત એ માત્ર જીતવા માટે જ નહીં, પરંતુ જીવનને શિસ્ત, સંઘર્ષ અને સફળતાની દિશા આપવા માટે છે. નાના-મોટા દરેક ખેલાડીઓ રમતને પોતાના જીવન સાથે વણી લઈને રોજ છાપાઓ ચમકાવી રહ્યા છે.

રમત-ગમતમાં રેવોલ્યુશનનો સૌથી મોટો ફાયદો એ છે કે, યુવાનોમાં શિસ્ત, ફિટનેસ અને સકારાત્મક વલણ વધી રહ્યું છે. જેમકે રમત યુવાનને પરાજયમાંથી શીખવું, દુ:ખમાં મજબૂત થવું, ટીમ વર્ક સમજવું, હાર્યા બાદ ફરી બેઠા થવું, હિંમત કેળવવી ઉપરાંત જીતનો અર્થ માત્ર મેડલ માટે નહીં, પણ પોતાનો શારીરિક અને માનસિક વિકાસ પણ થાય છે. રમતવીરોમાં હાર-જીત કરતાં વધુ હિંમત અને સાહસવૃત્તિ જન્મે છે. જે લાંબાગાળે કોઈપણ ક્ષેત્રમાં મજબૂત પાયો નાખે છે. બાળક ભલે રમતમાં આગળ વધે કે ના વધે પણ તેનામાં અજબ સ્ફૂર્તિ અને ધગશ જરૂૂર વધે છે. માત્ર સ્કૂલોમાં જ નહીં, પણ શહેરોમાં તો રમત માટે કલાસીસ પણ ખુલ્યા છે. જે બાળકો માટે ખૂબ સારું પરિબળ છે.

દર વર્ષે ક્રિકેટમાં હજારો યુવાનો IPL મેચ રમવામાં જોડાય છે. હજારો લોકો ત્યાં પહોંચવા ઝઝૂમતા હોય છે. કોઈ કારકિર્દી ઘડવા તો કોઈ પોતાનું નામ રોશન કરવા ત્યાં સુધી પહોંચવા અથાગ પ્રયત્નો કરતા હોય છે. જયારે આની બીજી બાજુ એક કડવી અને સત્ય હકીકત એ પણ છે કે, કરોડો લોકો આ મેચ જોવા પોતાના કામધંધા છોડી દે છે. દૈનિક કામોમાં રૂકાવટ લાવીને મેચ જોવા નિવૃત્ત વ્યક્તિની જેમ બેસી જતા હોય છે. જો દેશનાં યુવાનો આમ પોતાનો કિંમતી સમય વેડફી નાખશે તો પોતે કારકિર્દી ક્યારે બનાવશે? વિદ્યાર્થીઓ અભ્યાસમાં રૂકાવટ લાવે, ધંધાર્થીઓ કામ છોડી દે, અમુક નોકરિયાતો આ સમયે રજા પણ લઈ લે, આમ જીવનને રોકી દેવાથી દેશ ક્યારેય આગળ ના વધી શકે. મેચ જરૂૂર જોવાય, પરંતુ કામમાં ક્યાંય બાધા આવવી ના જ જોઈએ. દિવસનો પાંચથી છ કલાકનો સમય બિનજરૂૂરી વેડફી નાખવો એટલે તમે એક કદમ કામથી પાછળ જાવ છો. હા, રજાના દિવસે આ બધું કરી જ શકાય છે.

ક્રિકેટરો દુનિયામાં નામ કમાઈ રહ્યા છે. જયારે આપણે સમય વેડફી રહ્યા છીએ. જો જોનારનું આ ભૂત અવિરત ચાલ્યું તો દેશ બરબાદીના આરે નક્કી આવશે. ક્રિકેટરોને પ્રોત્સાહન આપવું એ બહુ સારી વસ્તુ છે. છતાં તમારા કામધંધા છોડીને મેચ જોવો એ લાંબાગાળે તમને એક સ્ટેપ પાછળ ધકેલે જ છે. યુવાનોનો કિંમતી સમય જો આમ બેસીને મેચ જોવામાં વેડફાય તો ભારતનું ભવિષ્ય ઉજળું કંઈ રીતે બને? ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ક્રિકેટ મેચની વિપરિત અસર પડે છે. અભ્યાસ કરતાં મેચ જોવામાં સમય વિતાવ્યા બાદ રિઝલ્ટ નબળું આવે ત્યારે આપઘાત પણ કરતા હોય છે.

અંતે, તમે તમારું લક્ષ્ય ખુદ નક્કી કરો, તમારું ભવિષ્ય તમારા જ હાથમાં છે તેને બરબાદ થતું રોકવું અત્યંત જરૂૂરી છે. “ક્રિકેટના ચાહક બનવું હિતાવહ છે, પણ તમારા અભ્યાસને અભેરાઈ પર ચડાવીને કે તમારી કારકિર્દીને નેવે મૂકીને નહીં.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *