ભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થન

10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવા જાહેરાત નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સામાન ખરીદો અને વેચોની અપીલને ક્ધફેડરેશન…

10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવા જાહેરાત

નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સામાન ખરીદો અને વેચોની અપીલને ક્ધફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સમર્થન આપ્યું છે.

આ સમ્મેલનમાં દેશના 26 રાજ્યોના 150થી વધુ મોટા વેપારી નેતાઓએ ભાગ લીધો હતો. CAITએ નિર્ણય લીધો કે 10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હી ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, વેપારી નેતાઓએ એકસ્વરે પીએમ મોદીના આહ્વાનને ભારતની અસ્મિતાનું પ્રતીક ગણાવીને અભિયાનનું નામ ભારતીય સામાન અમારો સ્વાભિમાન રાખવાનો નિર્ણય કર્યો છે. આ અપીલ આત્મનિર્ભર ભારતની ભાવનાને મજબૂત કરે છે. આ અભિયાન હેઠળ દેશભરના 48,000થી વધુ વેપારી સંઘોની ભાગીદારીથી રાજ્ય અને જિલ્લા સ્તરે સમ્મેલનો યોજાશે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા, પોસ્ટર, રેલીઓ અને જન સંવાદ દ્વારા લોકોને ભારતીય ઉત્પાદનો અપનાવવા પ્રેરવામાં આવશે. શાળા, કોલેજ, વેપાર મંડળ, ગૠઘ અને સમાજના દરેક વર્ગને આ અભિયાનમાં જોડાશે. આ અભિયાનથી ભારતની અર્થવ્યવસ્થા અને રોજગારીને પણ મજબૂતી મળશે, જેમ કે પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *