ભારતીય સિનેમામાં પોતાની દમદાર હાજરી અને જબરદસ્ત અભિનયથી ઓળખ બનાવનારી અભિનેત્રી શ્રિયા રેડ્ડી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ’મહાકાલી’ ના ટીઝરે રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. એક તરફ આ પૌરાણિક થ્રિલર ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના ’અસુરગુરુ શુક્રાચાર્ય’ ની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ’મહાકાલી’ ના રૂૂપમાં શ્રિયા રેડ્ડીના પ્રચંડ અને રૌદ્ર રૂૂપે દર્શકોનું ધ્યાન પૂરી રીતે પોતાની તરફ ખેંચી લીધું છે.
ફિલ્મના તાજેતરમાં જાહેર થયેલા ટીઝરમાં અક્ષય ખન્ના અસુરોના અસ્તિત્વ અને 14 લોકના અધિકારો માટે સંવાદ બોલતા દેખાય છે. ટીઝરની અંતિમ ક્ષણોમાં જેવી શ્રિયા રેડ્ડીની મહાકાલી તરીકે સ્ક્રીન પર એન્ટ્રી થાય છે, આખું વાતાવરણ બદલાઈ જાય છે. ટીઝરની 2 મિનિટ 42 સેક્ધડ પર દેખાતું તે દ્રશ્ય, જ્યાં મહાકાલીની આંખોમાં એક તરફ વાત્સલ્ય અને મમતા છે, તો બીજી તરફ ભયંકર ક્રોધનો ભાવ છે, જે દર્શકોને અચંબિત કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દર્શકો ખુલ્લીને કહી રહ્યા છે કે, તે એક સીનમાં શ્રિયા રેડ્ડીનો ઓરા અને અભિનયનું સ્તર દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્ના પર પણ ભારે પડતું નજરે પડી રહ્યું છે.
