અફઘાનિસ્તાનની વળતા હુમલાની આક્રમક તૈયારી પૂરી: ગમે તે ઘડીએ પાક પર ત્રાટકશે
ભારતે અફઘાન પ્રદેશ પર પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલાઓની સખત નિંદા કરી, જેના પરિણામે નાગરિકોના જીવ ગયા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ભારત રમઝાનના પવિત્ર મહિનામાં અફઘાન ભૂમિ પર પાકિસ્તાનના હવાઈ હુમલાઓની સખત નિંદા કરે છે, જેના પરિણામે મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોના મોત થયા.” ઇસ્લામાબાદે દાવો કર્યો હતો કે લશ્કરી હુમલાઓમાં ઓછામાં ઓછા 70 આતંકવાદીઓ માર્યા ગયા હતા.ભારત સરકારે અફઘાન સરકારને ખુલ્લો ટેકો આપીને આજે પાકે કરેલા હુમલાની ઘરો ટીકા કરી હતી.જયસ્વાલે આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું, “પાકિસ્તાન દ્વારા તેની આંતરિક નિષ્ફળતાઓ માટે ભારતને દોષી ઠેરવવાનો આ બીજો પ્રયાસ છે. ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે.” પાકિસ્તાને જણાવ્યું હતું કે દેશમાં તાજેતરના બળવાખોર હુમલાઓના બદલામાં અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા સાત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અગાઉ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે આ હુમલાઓ ઇસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં તાજેતરના આત્મઘાતી બોમ્બ હુમલાઓના જવાબમાં હતા. દરમિયાન, કાબુલે આ હુમલાઓનો જરૂૂરી અને માપેલા જવાબની ચેતવણી આપી હતી. તાજેતરની આતંકવાદી ઘટનામાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિકનું મોત નીપજ્યું હતું.
ઇસ્લામાબાદે કહ્યું કે પાકિસ્તાન એવી પણ આશા રાખે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સકારાત્મક અને રચનાત્મક ભૂમિકા ભજવશે અને તાલિબાન શાસનને દોહા કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરવા માટે વિનંતી કરશે જેથી અન્ય દેશો સામે તેની ભૂમિનો ઉપયોગ ન થાય. પાકિસ્તાને જણાવ્યું હતું કે આ કાર્યવાહી પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.અફઘનિસ્તાનના મંત્રાલયે આ હુમલાઓને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદા, સારા પડોશી સંબંધોના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવીને નિંદા કરી છે અને આ હુમલાઓને ઇસ્લામિક મૂલ્યોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવતા કહ્યું છે કે નાગરિકો અને ધાર્મિક કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પારથી સતત થતા ઉલ્લંઘનો સામે અફઘાનિસ્તાન ચૂપ રહેશે નહીં. દેશને તેની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર આતંકવાદીઓને હુમલાઓ માટે તેના પ્રદેશનો ઉપયોગ કરતા અટકાવવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો છે. પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાન લાંબા સમયથી આતંકવાદ નિકાસ કરી રહ્યું છે. પાકિસ્તાન તેના નાગરિકોના જાન અને માલની સુરક્ષા માટે શક્ય તમામ પગલાં લઈ રહ્યું છે.” પાકિસ્તાને રવિવારે દાવો કર્યો હતો કે દેશમાં તાજેતરના હુમલાઓના બદલામાં અફઘાનમાં ઓછામાં ઓછા સાત આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી હુમલામાં 70 આતંકવાદીઓ માર્યા ગયા છે.
