ઇરાનની વિનંતીથી ભારતે એના જહાજને આશ્રય આપ્યો: જયશંકર

સંસદમાં વિદેશ પ્રધાન દ્વારા મધ્ય-પૂર્વ યુધ્ધની સમીક્ષા: ગલ્ફમાં વસતા એક કરોડ ભારતીયો અંગે ચિંતા બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂૂ થઈ ગયો છે. ઈરાનમાં ચાલી…

સંસદમાં વિદેશ પ્રધાન દ્વારા મધ્ય-પૂર્વ યુધ્ધની સમીક્ષા: ગલ્ફમાં વસતા એક કરોડ ભારતીયો અંગે ચિંતા

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂૂ થઈ ગયો છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપી રહ્યા છે. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષના ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કરીને લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.

મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રી એસ. જયશંકર રાજ્યસભામાં પોતાનું નિવેદન આપ્યું છે. મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રીએ કહ્યું કે 28 ફેબ્રુઆરીથી શરૂૂ થયેલા આ સંઘર્ષમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઈરાનના ટોચના નેતૃત્વના લોકોનો પણ સમાવેશ થાય છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં ઈરાન પર થયેલા હુમલા અને ત્યાર બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જયશંકરે કહ્યું કે આ ચાલુ સંઘર્ષ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે ગલ્ફ દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને ઈરાનમાં પણ ઘણા ભારતીયો અભ્યાસ અને અન્ય કામો માટે હાજર છે. કેબીનેટ કમિટીની આ બેઠક દસ દિવસ પહેલા મળી હતી. જયશંકરે કહ્યું હતું કે તહેરાનમાં ભારતીય દુતાવાસ હાઇ એલર્ટ પર છે. 67000 ભારતીયોને પરત લાવ્યા છીએ.

જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા શોધવું જોઈએ. વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમે ભારતીયોના સંપર્કમાં છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે જાન્યુઆરીમાં જ નાગરિકોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જેટલી જલ્દી બને તેટલી વહેલી તકે સ્વદેશ પરત આવી જાઓ. આપણા દૂતાવાસે પણ એડવાઈઝરી જારી કરી હતી.

વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાનના ત્રણ જહાજ હિંદ મહાસાગરમાં હતા. અમે ઈરાનની વિનંતી પર એક જહાજને ડોકિંગની પરમિશન આપી, આશરો આપ્યો. આ માટે ઈરાને આભાર પણ માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *