ગુજરાત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ આ જીલ્લામાં પડ્યો વરસાદ

Published

on

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી વધુ ડાંગના આહવામાં ૩,૭ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ચીખલીમાં ૩.૫ ઇંચ વરસાદ,ક્વાટમાં ૩ ઇંચ, પલસાણામાં ૨.૯ ઇન , છોટાઉદયપુરમાં ૨.૮ ઇન, ભરૂચ, ડોલવણ, સગર્બરા અને ગણદેવીમાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકામાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે .

ભાવનગર અને ઘોઘા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નાના ખોખરા,અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઘીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

જુનાગઢના વાતારણમાં પણ પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તાપીના પણ ક્લેલ્તક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. સાથે જ સુરેન્દ્રનગર અને વઢવાણમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version