પાળ ગામે પરિણીત પ્રેમિકાના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધી

શહેરની ભાગોળે આવેલા પાળ ગામે રહેતા શ્રમિક યુવાને પરિણીત પ્રેમિકાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…

શહેરની ભાગોળે આવેલા પાળ ગામે રહેતા શ્રમિક યુવાને પરિણીત પ્રેમિકાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પાળ ગામે રહેતા સમોદ કુમાર બ્રહ્માચંદ્ર યાદવ નામનો 40 વર્ષનો શ્રમિક યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકને તેના ગામમાં પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને બંન્ને છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા. છેલ્લા છ મહિનાથી પ્રેમિકા ત્રાસ આપતી હોવાના આક્ષેપ સાથે યુવાને ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાછળ મછાનગરમાં રહેતી રીકુબેન કાળાભાઇ પરમાર નામની 13 વર્ષની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હતુ. સગીરાની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.