Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી

બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂૂ. 8.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 10 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવી હતી.

પોલીસે એક બોલેરો પીકઅપ ડાલુ ગાડીમાંથી 802 નંગ વિદેશી દારૂૂની બોટલો અને 72 નંગ બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂૂ. 3,00,768 થાય છે. આ ઉપરાંત, દારૂૂની હેરાફેરીમાં વપરાયેલ રૂૂ. 5,00,000 ની બોલેરો ગાડી અને રૂૂ. 10,000 ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂૂ. 8,10,768/- નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આરોપીઓએ દારૂૂનો જથ્થો સ્ટીલના પાઈપના પિલર અને વેલ્ડીંગની પેટીઓની આડમાં છુપાવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના અરણાઈ ગામના પ્રકાશ મોહનભાઈ સારણ (ઉં.વ. 29) અને ચિતલવાણાના મનોહર લાડુરામભાઈ સારણ (ઉં.વ. 18)નો સમાવેશ થાય છે. બંને ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે.

આ કેસમાં રાહુલ (રહે. રામજીગોળ, બાડમેર, રાજસ્થાન) અને બોલેરો ગાડીનો માલિક ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ધનશ્યામસિંહ રાઠોડના રિપોર્ટના આધારે, લખતર પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મહેન્દ્રભાઈ નાગરભાઈ દાદરેસા, પોલીસ કોન્સ્ટેબલ, LCB, સુરેન્દ્રનગર દ્વારા નોંધાવવામાં આવી હતી.

Exit mobile version