ગુજરાત

મોટા મવા ટીપી-24માં બિલ્ડરોના લાભાર્થે મૂકેલા રસ્તાઓમાં સરકારે કાતર ફેરવી

Published

on

ટીપી સ્કીમ નં.24 મંજૂરી માટે મોકલ્યા બાદ માળખાકીય સુવિધાઓ માટે વધુ જગ્યા ફાળવી, શુક્રવારે જનરલ બોર્ડમાં કરાશે મંજૂર

રાજકોટ શહેરનો વ્યાપ વધતા વધુમાં વધુ ટીપી સ્કીમના ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યા છે. અને સરકારે પણ ટીપી સ્કીમોને મંજુરી આપવાનું શરૂ કર્યુ છે. થોડા સમય પહેલા મોટા મૌવા ટીપી સ્કીમ નં. 24નો ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ટીપી સ્કીમની મંજુરી માટે સરકારમાં રજૂ કરવામાં આવેલ જેમાં સુધારા-વધારાના અંતે સરકારે મંજુરી માટે ડ્રાફ્ટ પરત મહાનગરપાલિકાને મોકલેલ છે. જેમાં ખાસ કરીને ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે બિલ્ડરોના લાભાર્થે મુકેલા મોટા રસ્તાઓમાં કપાત કરી સરકારે માળખાકીય સુવિધા માટે વધુ જગ્યા ફાળવવાની સૂચના આપી છે. અને આ ટીપી સ્કીમ આગામી શુક્રવારે જનરલ બોર્ડમાં રજૂ કરી મંજુર કરવામાં આવશે.


મોટા મૌવા ટીપી સ્કીમ નં. 24ને અંતિમ મંજુરી માટે સરકાર પાસે મોકલવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ આ ટીપી સ્કીમ ફાઈનલ કરતા પહેલા માળખાકીય સુવિધા વિક્સાવવા માટે 8 હજાર ચો.મી. વધુ જમીન ફાળવવામાં આવી છે. ટીપી સ્કીમની કુલ 848284 ચો.મી. જમીન પૈકી માળખાકીય સુવિધાઓ ઉપરાંત રોડ-રસ્તા માટે વધુ ફાળવવામાં આવી હતી. જેમાં અમુક બિલ્ડરોના પ્રોજેક્ટો માટે વધુ પહોળા રોડ તેમજ વદારાના રસ્તાઓ સુચવવામાં આવેલ તેવું બહાર આવ્યું છે. જેના લીધે સરકારે રોડ-રસ્તાની જમીનમાં કપાત કરી માળખાકીય સુવિધાઓ માટે વધુપ્લોટ ફાળવ્યા છે.

રોડ રસ્તાની ચો.મી. જમીન પૈકી 1588 ચો.મી.નો ઘટાડો કરવામાં આવ્યો છે. મનપાના અધિકારીઓ દ્વારા વર્ષોથી ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. છતાં વધારાના રોડ-રસ્તા કોના લાભાર્થે મુકવામાં આવ્યા તેવી ચર્ચા પણ જાગી છે. છતાં ડ્રાફ્ટ તૈયાર થયા બાદ જમીન માલીકોના વાંધા સુચનો સાંભળ્યા બાદ ફાઈનલ ટીપી સ્કીમ તૈયાર થતી હોય છે અને ત્યાર બાદ સરકારમાં સુધારા વધારા માટે મોકલવામાં આવતી હોય છે. છતાં મોટામૌવા ટીપી સ્કીમ નં. 24માં વધુ રોડ-રસ્તા માટે જમીન ફાળવી દીધી હોવાનું ખુલવા પામેલ છે.


રાજકોટની મોટા મવા નગર યોજના 24ને અંતિમ મંજૂરી માટે મોકલતા પહેલા પરામર્શ સુધારા માટે જનરલ બોર્ડમાં આવી છે.આ સ્કીમ ફાઈનલ થતા શહેરમાં આ વિસ્તારમાં રસ્તા અને સામાજિક આંતર માળખાકિય સુવિધા વિકસાવવા માટે 87398 ચો.મી. જમીનના પ્લોટ મળશે. સ્કીમ સુધારા માટે બોર્ડમાં આવી છે. સ્કીમ ફાઈનલ થાય તે પહેલા 8,000 ચો. મી. વધુ જમીન મળી છે. મોટામવા ટી.પી. 24ને સરકારમાં મોકલાઈ હતી જે ફાઈનલ થવા માટે પરત મોકલાશે અને તે પહેલા થયેલા સુધારા સ્વીકારી પરામર્શ આપવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવશે. કુલ 8,48,284 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતી યોજનામાંથી મનપાને79,398 ચો.મી.ના પ્લોટ માળખાકિય સુવિધા માટે મળવાના હતા તેમાં 8000 ચો.મી.ના વધારો થાય તે રીતે સુધારા આવ્યા છે. હવે મનપાને 87398 ચો.મી. જમીન મળશે.


આવી જ રીતે રસ્તા માટે 1,72, 908 ચો.મી. જમીન હતી તેમાં 1,71,800ની ફાળવણી થતા 1588નો ધટાડો કરાયોછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version