Site icon Gujarat Mirror

મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકી

મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ આરોપી સાથે જુગાર રમતા હોય ત્યારે રૂૂપિયા 22 લાખ હારી જતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂૂપિયા લીધેલ જે વ્યાજ સહિતની રકમ પેટે બે આરોપીએ મહિલાના પતિને ધમકીઓ આપી બળજબરી પૂર્વક બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લઈ લિધેલ તેમજ અન્ય આરોપીને આપવા માટે રૂૂપિયા લીધેલ હોય જેનું વ્યાજ ન આપી શકતા આરોપીઓએ તેની ઉઘરાણી કરી મહિલાના પતિ તથા સસરાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ આવેલ ઉમીયા સોસાયટી રામભક્તિ એપાર્ટમેન્ટની સામે રહેતા ડીમ્પલબેન અમિતાભ વડગામા (ઉ.વ.37) એ આરોપી દિપકસિંહ વાઘેલા રહે નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે રાજકોટ, રમેશભાઇ રામભાઇ બોરીચા રહે.ચિત્રકુટ પાછળ, પંચવટી સોસાયટી, ક્ધયા છાત્રાલય રોડ, મોરબી, ભગવાનભાઇ બોરીચા રહે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ અમિતાભભાઈ આરોપી દિપકસિંહ સાથે જુગારમા રૂૂપિયા 22,00,000/- હારી જતા તે રકમ ચુકવવા માટે આરોપી આકાશ પાસે રૂૂપિયા દસ લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેના વ્યાજ સહિતની રકમ પેટે આરોપી આકાશએ ફરીયાદીના પતિ અમિતાભાઈને ધાકધમકી આપી બળજબરી પુર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી બળજબરી પુર્વક લઇ લીધેલ તેમજ આરોપી દિપકસિંહને રૂૂપિયા આપવા માટે આરોપી રમેશભાઈ તથા ભગવાનભાઈ પાસેથી અનુક્રમે સાડા પાચ લાખ તથા અઢી લાખ પાંચ ટકાના વ્યાજ દરે લીધેલ જેનુ વ્યાજ ફરીયાદીના પતી ચુકવતા આવેલ અને છેલ્લા બે મહિનાથી તબિયત સારી ન હોવાથી વ્યાજની રકમ ચુકવી નહી શકતા તમામ આરોપીઓએ પોતાની વ્યાજ તથા મુળ રકમ રૂૂપિયા મેળવવા માટે તેઓ ફરીયાદીના પતિ તથા ફરીયાદીના સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version