Site icon Gujarat Mirror

મીઠાપુરના મોજપ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ

કલ્યાણપુરના વીજકર્મી પર હુમલો કરી ધમકી આપી

મીઠાપુર નજીક આવેલા મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા વાઘાભા લાખાભા કીટાણી નામના 48 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે સોમવારે બપોરના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને મોજપ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન રેલ્વે ફાટક પાસેની ગોલાઈ નજીક પહોંચતા આ ગોલાઈમાં તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેઓ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સીદીભા વાઘાભા કીટાણી (ઉ.વ. 21) એ મીઠાપુર પોલીસને કરી છે.

વીજકર્મી પર હુમલો
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા અને પીજીવીસીએલ કચેરીમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જેરામભાઈ ખાણધર નામના 31 વર્ષના યુવાન ગત સોમવાર તારીખ 15 ડિસેમ્બરના રોજ તેમની કાયદેસરની સરકારી ફરજ પર હતા. ત્યારે એક ફીડરમાં ફુલ પાવરમાંથી ડીમ પાવર કરવામાં આવ્યો હતો.ત્યારે કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના માઈકલ ઉર્ફે ભીમશી રામદે સુવા નામના શખ્સ દ્વારા રમેશભાઈ ખાણધર સાથે ફોનમાં ગાળાગાળી કરવામાં હતી. આ પછી દેવળીયા ગામના 66 કેવી સબ સ્ટેશન ખાતે આવીને આરોપી માઈકલ ઉર્ફે ભીમશીએ રમેશભાઈને બિભત્સ ગાળો કાઢી, અને નીચે પછાડી દીધા હતા. આ રીતે તેમને ઈજાઓ કરી, હવે પછી જો તેઓ દેવળિયા ગામે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરજમાં રૂૂકાવટ અંગેનો ગુનો નોંધી, આગળની તપાસ દ્વારા પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Exit mobile version