Site icon Gujarat Mirror

જામકંડોરણા સાતોદડ ગામે ડીસ્ટ્રિક્ટ બેંકમાં ચોરીનો પ્રયાસ

જામકંડોરણાના સતુદડ ગામે ડીસ્ટ્રીક્ટ બેંકમાં ચોરીનો પ્રયાસ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો બેંકમાં ગ્રીલ તોડી ઘુસ્યા બાદ બેંકના સીસીટીવી અને સાયરનના વાયર કાપી નાખ્યા હતા.
મળતી વિગતો મુજબ આ મામલે કાલાવાડના કૃષ્ણનગરમાં રહેતા રાજકોટ ડીસ્ટ્રીક કો. ઓપરે ટીવ બેંક લી. સાતોદડ શાખામાં બ્રાન્ચ મેનેજર કીરીટભાઇ ઉકાભાઇ ગધેથરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલ તા. 13/02/2026 ના રોજ નિત્યક્રમ મુ જબ સાંજના આશરે પાંચેક વાગ્યે અમારી બેંકનુ કામ કાજ પુર્ણ કરી હું તથા અમારી શાખાના કર્મચારી કેશીયર ધર્મેન્દ્રસીં હ ચુડાસમાં તથા કલાર્ક પાર્સદરાય પંડયા એમ બધા બેંક બંધ કરી પોત પોતાના ઘરે જતા રહેલ હતા.

ત્યાર બાદ તા.15/0 2/2026 ના રાત્રીના આશરે ચારેક વાગ્યાના આસપાસ હુ મારા ઘરે હતો ત્યારે અમારી રાજકોટ ખાતે આવેલ એવરેસ્ટ સીકયુરીટી ઓફીસથી મો.નં. 9624299997 માંથી ફોન આવેલ અને મને વાત કરેલ કે, તમારી સાતોદડ શાખાની બ્રા ન્ચમાં કંઇક અઘટીત થયેલ છે તમે તપાસ કરાવો તેમ કહેલ જેથી મે અમારી બેંકના પ્યુન જયપાલસીંહ જાડેજા રહે વાવડી તા.જામકંડોરણા વાળાને ફોન કરી કહેલ કે તમે આપણી બેંકે તપાસ કરવો ત્યાં કઇક થયેલ છે કે કેમ ? જેથી જયપાલસી હ જાડેજાએ બેંકે તપાસ કરાવેલ પણ કંઇ જાણવા મળેલ નહી અને આજરોજ તા. 16/02/2026 ના સવારના આશરે ન વેક વાગ્યે હુ મારા ઘરે હતો ત્યારે અમારી બેંકના પ્યુન જયપાલસીંહ જાડેજાનો મને ફોન આવેલ અને કહેલ હુ બેંક ખોલવા માટે આવેલ અને મારૂૂં મોટર સાયકલ પાર્કીંગમાં મુકવા ગયેલ તો આપણી ઓફીસની પાછળની બારી ની લોખંડની ગ્રીલ ના સળીયા તુટેલ છે અને બારીના લાકડાના દરવાજા માં આશરે ચાર બાય ચાર ઇંચ જેટલુ કાપી નાખેલ છે.

તેમ મને વાત કરેલ જેથી મે અમારી બેંકના ઉપરી અધીકારીશ્રીને જાણ કરેલ અને હું તુરત કાલાવાડથી સાતોદડ અમારી બેંકની શાખાએ આવેલ અને જોયેલ તો બેકંનો મેઇન દરવાજો જેમનો તેમ હતો અને ઓફીસની પાળના ભાગે જતા ત્યાં ઓફીસની પાછ ળની બારીની લોખંડની ગ્રીલ તોડી નાખેલ તથા બારીનો દરવાજો આશરે ચાર બાય ચાર ઇંચ જેટલો તોડી નાખેલ હતો તે મજ અમો બેંકના ધાબા છત ઉપર જોવા માટે ગયેલ તો ત્યાં ઇલેકટ્રીક લાઇટના તેમજ નેટનો કેબલ તથા એવરેસ્ટ સીકયુ રીટી સાયરનનો કેબલ તુટી ગયેલ જોવામાં આવેલ અને તે પછી અમારી બેંકની શાખામાં તપાસ કરતા કોઇ ચીજ વસ્તુ કે રોકડ રકમ કે દર દાગીના કે કોઇપણ બેંક પેપર્સ કે બેંકના ગ્રાહકોના કોઇપણ ડોકયુમેન્ટ / દસ્તાવેજની ચોરી થયેલ નથી અને બેંકમાં કેમેરા ચેક કરતા રાત્રીના આશરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બનેલ છે આ બનાવ અંગે પોલીસને જાણ કરી.

Exit mobile version