Site icon Gujarat Mirror

પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયો

પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના હાથે ઝડપાયો છે આગાઉ તે પકડાયા બાદ પડધરીના ખોડાપીપર ગામે કલીનીક શરુ કરી પ્રેકટીસ કરવા લાગ્યો હતો.

મળતી વિગતો મુજબ પડધરીના ખોડાપીપર ગામેથી એસઓજીએ બાતમીના આધારે પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી આ દરોડો પાડયો હતો અને ભૌમિક સિંહરાજેન્દ્રસિંહ સોલંકી નામના 31 વર્ષના બોગસ ડોકટરને ઝડપી લીધો હતો. જેમાં ભૌમિકસિંહના કલિનિકમાંથી રૂૂા.49 હજારની એલોપેથિક દવાઓ કબજે કરી હતી. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી ધો.12 પાસ છે. અગાઉ પણ પકડાઈ ચૂકયો છે. જયાંથી પકડાયો તે ગામ મૂકી બીજા ગામમાં પ્રેક્ટિસ શરૂૂ કરી દીધી હતી.

છેલ્લા બે વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાની સંભાવના છે. લઈ અગાઉ રાજકોટમાં ડોકટરને ત્યાં નોકરી કરતો હતો. જેનો અનુભવ કામે પોતે જ ડોકટર બની ગયો હતો. તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. તે ખોડાપીપર ગામે જ રહે છે.

રાજકોટ ગ્રામ્યના એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગી તથા પીએસઆઈ પી.બી.મિશ્રા સાથે નેમીષભાઈ જગદિશભાઇ મહેતા તથા અનિરૂૂધ્ધસિહ જયવંતસિંહ જાડેજા તથા વિપુલભાઈ ભરતભાઈ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version