જામનગરમાં જન્મદિવસનો વીડિયો બનાવનાર યુવાનના હાથ-પગ ભાંગી, મોબાઇલ તોડી નાખ્યો

પાંચ લુખ્ખા તત્ત્વો સામે ફરિયાદ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુ:ખ…

પાંચ લુખ્ખા તત્ત્વો સામે ફરિયાદ

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુ:ખ રાખીને ખોડીયાર કોલોની વિસ્તારમાં જ રહેતા પાંચ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા હતા, જ્યારે તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સ્ટીફન ડેનિયલ નામના 30 વર્ષના ક્રિશ્ચિયન યુવાને થોડા દિવસ પહેલાં પોતાના મોબાઈલ ફોનમાં બર્થ ડે ની સ્ટોરી બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી હતી, જે સ્ટોરી ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર નામના શખ્સને પસંદ પડી ન હતી, અને તેનું મનદુ:ખ રાખીને સૌપ્રથમ યુવાનના મોબાઇલ ફોનમાં ગાળો આપી હતી.

ત્યારબાદ આ વાતનું મન દુ:ખ રાખીને ગઈકાલે ક્રિશ્ચિયન યુવાન ગઈકાલે રાતે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ચાની હોટલ પાસે ઊભો હતો, જે દરમિયાન કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ઉપરાંત જયદીપ અને વનરાજ નામના અન્ય બે શખ્સો લોખંડના પાઇપ- ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દઈ યુવાન ને લોહીલુહાણ કરી નાખ્યો હતો, અને તેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો.

જે યુવાનને સૌ પ્રથમ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જે બનાવ ની જાણ થતાં સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે પાંચેય હુમલાખોરો સામે ગુનો નોધી, વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *