નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની શોધખોળ હાથ ધરતા મરનાર યુવકનું નામ કમલેશ હોવાનું અને તેણે બેકારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલવા પામ્યું હતું.
નિલમબાગ પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવક ગઢડા તાલુકાનો છે અને તે કામની શોધ માટે ભાવનગર ખાતે આવ્યો હતો. જો કે, તેને કોઇ કામ ન મળતા તેણે કંટાળીને બસમાં ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.
બસમાં યુવકની લાશ લટકતી જોવા મળતા લોકોના ટોળા ભેગા થયા હતા અને તે સમયે મૃતકના એક ઓળખીતા પણ ઘટનાસ્થળે આવી જતાં મૃતકનું નામ કમલેશ હોવાનું ખુલવા પામ્યું હતું.
