2024નો છેલ્લો મહિનો ચાલુ છે આ વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થઈ અને દર્શકોને મનોરંજન કરાવવામાં સફળ પણ રહી. ત્યારે ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ રહી. કોઈ ફિલ્મને નોટિસ મોકલવામાં આવી તો કોઈ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ લાગ્યા. વિવાદોમાં ફસાયેલી ફિલ્મોની લિસ્ટમાં ગોધરા કાંડ પર બનેલી વિક્રાંત મેસી સ્ટારર ધ સાબરમતી રિપોર્ટ, મહારાજ, હમ દો હમારે બારહ, કલ્કિ 2898 એડી પણ સામેલ છે.
ધ સાબરમતી રિપોર્ટ : ડાયરેક્ટર એકતા કપૂર અને નિર્દેશક ધીરજ સરનાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. ગુજરાતના ગોધરા કાંડ પર બનેલી ફિલ્મને લઈને ખૂબ હોબાળો થયો અને ફિલ્મ વિવાદોમાં રહી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં વર્ષ 2002 માં આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 લોકોનો જીવ ગયો હતો. એવામાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાને લઈને વિવાદ થયા હતા.
મહારાજ- આ વર્ષે રિલીઝ થયેલી અમુક વિવાદિત ફિલ્મોમાં આમિર ખાનના દીકરાની પહેલી ફિલ્મ મહારાજ પણ સામેલ છે. ફિલ્મમાં હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. સૌરભ શાહના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મનું નિર્માણ ઢછઋ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે હિંદુ સમૂહની અરજીના આધારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ હિન્દુ સંપ્રદાયના અનુયાયીઓ સામે હિંસા ભડકાવી શકે છે. જુનેદ ખાન સાથે ફિલ્મમાં જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. મહારાજ 21 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
હમ દો હમારે બારહ: કમલ ચંદ્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હમ દો હમારે બારહ ના નિર્માતા રવિ એસ ગુપ્તા, બીરેન્દ્ર ભગત, સંજય નાગપાલ અને શેઑ બાલક સિંહ છે. વધતી જન-સંખ્યા પર બનેલી ફિલ્મમાં અન્નુ કપૂર સાથે અશ્વિની કલસેકર, રાહુલ બગ્ગા, પરિતોષ તિવરી, પાર્થ સમથાન, મનોજ જોષી સહિત ઘણા સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ રિલીઝ પર શરૂૂઆતમાં સુપ્રીમ કોર્ટે 13 જૂન રોક લગાવી હતી. બોમ્બે હાઇકોર્ટ દ્વારા ફિલ્મની રિલીઝની પરમિશન બાદ 21 જૂન 2024 એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
કલ્કિ 2898 એડી: અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર કલ્કિ 2898 એડી પણ વિવાદમાં રહી. ફિલ્મને લઈને ઉત્તર પ્રદેશના સાંભળના કલ્કિ પીઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે નિર્માતા, નિર્દેશક અને કલાકારોને નોટિસ મોકલી હતી, જેમાં તેમણે ધાર્મિક તથ્યો સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો.