મહારાષ્ટ્રના પરિણામોની અસર: સેન્સેક્સમાં 1335 અને નિફ્ટીમાં 423 અંકનો ઉછાળો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહની શરૂૂઆત શાનદાર તેજી સાથે થઇ. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા.શનિવારે…

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહની શરૂૂઆત શાનદાર તેજી સાથે થઇ. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા.શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિની શાનદાર જીત બાદ સોમવારે સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને તે શાનદાર ઓપનિંગ બતાવવામાં સફળ રહ્યો છે.ત્યારે 9.30 કલાકે ઓપનિંગ સ્થિતિની વાત કરીએ તો, સેન્સેક્સ 1,317 પોઇન્ટના ઉછાળા સાથે 80,434 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 421 પોઇન્ટના ઉછાળા સાથે 24,328 અંકે ખૂલ્યો હતો. બાદમાં સેન્સેકસમાં તેજી ચાલુ રહેતા પહેલા સેશનમાં સેન્સેકસ 1335 પોઇન્ટ ઉછળીને 80452ના દિવસના ઉંચા મથાળે પહોંચ્યો હતો. જયારે શુક્રવારે 23907ના લેવલ પર બંધ થયેલ નિફટીએ આજે 24000ની સપાટી કુદાવી દીધી હતી. આજે નિફટી 24253 પર ખુલ્યા બાદ થોડીવારમાં 423 પોઇન્ટ ઉછળીને 24330ના દિવસના ઉંચા મથાળે સુધી પહોંચી હતી.


અમેરિકામાં અદાણી જુથના વડા ગૌતમ અદાણી સહીતના ડાયરેકટરો પર કેસના મામલે અદાણીના શેરો તુટયા બાદ આજે ફરીથી અદાણી જુથના શેરોમાં તેજીની વાપસી થઇ હતી. આજે અદાણી એન્ટરપ્રાઇઝમાં 2.69 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 1.05 ટકા જેવી તેજી જોવા મળી હતી.


બેન્ક નિફ્ટી અને નિફ્ટી બંને જબરદસ્ત હરિયાળી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બેન્ક, આઈટી સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. પ્રી-ઓપનમાં જ માર્કેટમાં જોરદાર ગતિ સાથે ટ્રેડિંગ ખુલ્યું હતું. બેન્ક નિફ્ટીએ આજે જબરદસ્ત મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શરૂૂ કર્યું છે અને તે 1027.55 પોઈન્ટ્સ અથવા 2.01 ટકાના વધારા સાથે 52,162ના સ્તરે જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને ઙગઇમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *