ગુજરાત

સત્તા હાથમાં હશે તો કામો થશે: કોંગ્રેસ પ્રભારીનો તર્ક!

Published

on

રાજકોટમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવીની હાજરીમાં સત્તા કબજે કરવા ઘડાઇ રણનીતિ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાનીની યાદી જણાવે છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નવનિયુક્ત મધ્યપ્રદેશ જબલપુરના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ મારાવી પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે રાજકોટ શહેરમાં આવ્યા ત્યારે રાજકોટ શહેરના મીન્ટ હોટલ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો અને સંગઠન અંગે શહેર પરના ચુનંદા આગેવાનોને એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રભારી ભુપેન્દ્રભાઈએ દરેક કાર્યકર્તાઓને નિષ્ઠાપૂર્વક અને ખંતપૂર્વક કોંગ્રેસ સંગઠનમાં કામે લાગી જવા અને આગામી ચૂંટણીમાં પરિણામ લાવી કોંગ્રેસ વિજયી બને એ માટે પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.


કાર્યક્રમની શરૂૂઆત સ્વાગત પ્રવચનથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહેલા તમામ કોંગ્રેસના પ્રદેશના અને રાજકોટ શહેરના આગેવાનો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે પ્રભારી સંગઠન માટે આવ્યા હોય દરેક વોર્ડમાં સંગઠન મજબૂત કરી લોકોના કામ માટે સતત લડતા રહેવું પડશે.


અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી ગુજરાત ના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને મધ્યપ્રદેશના જબલપુરના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આપણી હાર શા માટે થાય છે તે માટે મનોમંથન થવું જોઈએ સૌનો સહયોગ હોય તો આપણે જીતવું મુશ્કેલ નથી. આપ સૌ તો રાજકોટ અને ગુજરાતમાં રહેવાનો છો અને સતાના સૂત્રો કોંગ્રેસના હાથમાં હશે તો આપના દરેકના કામો ઝડપથી થશે હું તો મધ્યપ્રદેશ જતો રહેવાનો છું. શાસક પક્ષ ફક્ત મોટી મોટી જાહેરાતો કરીને જીતી જાય છે સરકારી મશીનરીનો દુરુપયોગ કરી સતા પ્રાપ્ત કરી લે છે કાર્યકર્તાઓએ સંઘર્ષ કરવાની જરૂૂર છે ડરવાની જરૂૂર નથી ધરણા પ્રદર્શન, પદયાત્રા કરવાની આવશ્યકતા છે જે માટે મારી જ્યાં પણ જરૂૂર પડે ત્યાં હું આપની સાથે હોઈશ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પ્રદીપભાઈ ત્રિવેદી રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજકોટ ના વોર્ડ નંબર 1 થી 18 માં તમામ કાર્યકર્તાઓ ને લોકોને જે રોડ, રસ્તા, ગટર, ગંદકી, સફાઈ બાબતે જે કંઈ મુશ્કેલી પડતી હોય તે અંગે તાત્કાલિક આવી ફરિયાદોનું નિરાકરણ આવે એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએવશરામભાઈ સાગઠીયા રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા એ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી અને જણાવ્યું હતું કે બુથ મેનેજમેન્ટ મજબૂત બનાવી અને નવા કાર્યકર્તાઓને સભ્ય બનાવી આપણી ઓફિસ નિયમિત ખુલી હોય છે.

ત્યારે કોંગ્રેસ કાર્યકરોને લોકોના કામો લઈને દરેક કાર્યકર્તાઓ દરેક વોર્ડમાંથી આવે અને જે કાંઈ પ્રજાને પડતી મુશ્કેલી હોય તે અંગે સતત ફરિયાદો કરી આવી ફરિયાદોનું અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિરાકરણ આવે એ માટે મોનીટરીંગ કરીએ વાદવિવાદ અને ગ્રુપિઝમ રાજકારણને બાજુએ મૂકી રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ની સરકાર એ જ આપણું લક્ષણ અને ટાર્ગેટ બનાવીએ તો દરેક મિત્રો કામે લાગી જાય જ્યાં પણ જરૂૂર પડે ત્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને મને ગમે ત્યારે જાણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version