કુંભ મેળાના કારણે ભારત આવી છું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની નથી
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કરણ અર્જુન, ક્રાંતિકારી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. મમતા 25 વર્ષ બાદ ભારત પરત ફર્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. મમતાનું નામ ડ્રગ સ્મગલિંગમાં સામે આવ્યું છે. ભારત પરત આવ્યા બાદ વાતચીતમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે.
તેણે કહ્યું, હું 25 વર્ષથી ભારતની બહાર હતી. હવે કુંભ મેળો થવાનો છે, તેથી જ હું અહીં આવી છું પણ હું ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની નથી. હું મારા જીવનથી ખુશ છું. હું બિગ બોસ માટે ભારત આવી નથી. 2000માં જ્યારે મેં ભારત છોડ્યું ત્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોપ એક્ટ્રેસ હતી. 43 ફિલ્મોની ઓફર આવી હતી. મેં આ બધું છોડી દીધું છે, હવે હું ફરીથી ફિલ્મોમાં આવવા માંગતી નથી.
મમતા કુલકર્ણીએ વિકી ગોસ્વામી વિશે કહ્યું, હું વિકીને ઓળખતી હતી. 2014 માં, પોલીસ દ્વારા જે કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે હું વિકીને મળવા કેન્યા ગઈ હતી. પરંતુ મને ખબર ન હતી કે તેની મુલાકાત કોની સાથે થઈ હતી. પોલીસે મારુ નામ ડ્રગ્સ કેસમાં સામેલ કર્યું હતું, પરંતુ મારે તેના ધંધા સાથે કોઈ લેવાદેવા નથી. આજે કોર્ટે મને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી છે.
તેણે કહ્યું, વિકી દિલનો સારો માણસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક જણ તેને મળવા જતા હતા, તેથી હું પણ તેને મળવા ગઈ હતી. પરંતુ વિકીને મળનાર હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છેલ્લી વ્યક્તિ છું. જ્યારે મને વિકી વિશે ખબર પડી ત્યારે મેં તેને છોડી દીધો. જ્યારે તે દુબઈ જેલમાં બંધ હતો, ત્યારે હું તેને જેલમાંથી બહાર કાઢવા માટે ધ્યાનમાં ગઈ. વિકી 2012માં જેલમાંથી બહાર આવ્યો હતો. 2016માં તેની સાથે મુલાકાત થઈ હતી. જે બાદ તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. મેં વિકી સાથે લગ્ન કર્યા નથી. તે મારા પતિ નથી. હું હજુ સિંગલ છું. મેં કોઈની સાથે લગ્ન કર્યા નથી. વિકી અને મારો સંબંધ હતો, પરંતુ મેં તેને 4 વર્ષ પહેલા બ્લોક કરી દીધો હતો. હવે તે મારો ભૂતકાળ છે અને મેં તેને છોડી દીધો છે.