હિમેશ રેશમિયાના “કેપ મેનિયા” ટૂરનો દેશભરમાં દબદબો

મુંબઇ કોન્સર્ટમાં 11,000 ટિકિટોનું વિક્રમજનક વેચાણ બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાનો કેપ મેનિયા ટૂર દેશભરમાં ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈના બીકેસી સ્થિત જિયો…

મુંબઇ કોન્સર્ટમાં 11,000 ટિકિટોનું વિક્રમજનક વેચાણ

બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાનો કેપ મેનિયા ટૂર દેશભરમાં ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈના બીકેસી સ્થિત જિયો ગાર્ડનમાં યોજાયેલો તેમનો તાજેતરનો કોન્સર્ટ આ સફળતાનો જીવંત પુરાવો બન્યો છે. હિમેશે આ શોમાં 11 હજાર ટિકિટો વેચીને નવો ઇતિહાસ રચ્યો, જે કોન્સર્ટ હાઉસફુલ થવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ ભવ્ય શોમાં ફરાહ ખાન, વીર પહારિયા, ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી જેવી જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી, અને લોકો સોશિયલ મીડિયા પર આ શોના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ફરાહ ખાને તો તેને કોન્સર્ટ ઓફ ધ યર પણ ગણાવ્યો! લગભગ 3 કલાક સુધી ચાલેલા આ યાદગાર કોન્સર્ટમાં હિમેશે પોતાના તમામ લોકપ્રિય ગીતો ગાયા, જેમાં આશિક બનાયા આપને , મેં જહાં રહું, હુક્કા બાર, યાદ સતાયે તેરી, જુમ્મે કી રાત , ઝલક દિખલા જા અને તંદૂરી નાઇટ્સ જેવા સુપરહિટ ટ્રેક્સનો સમાવેશ થાય છે. તેના જોશભર્યા પરફોર્મન્સને જોઈને પ્રેક્ષકો નોસ્ટાલ્જિક બની ગયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હિમેશ ફક્ત તેના ગીતો માટે જ નહીં પરંતુ તેના મીમ્સ માટે પણ જાણીતો છે. તેના કેપ લુક પર ઘણા મીમ્સ બન્યા છે, પરંતુ તેણે તેને પોતાના માટે ફ્રી માર્કેટિંગનું માધ્યમ બનાવ્યું અને કેપ મેનિયા ટૂર ની જાહેરાત કરી. એટલું જ નહીં, શોમાં હજારો કેપ્સ પણ પ્રેક્ષકોને વહેંચવામાં આવી હતી. આ ટૂરમાં તેનું આગામી પર્ફોર્મન્સ 19 જુલાઈના રોજ દિલ્હીમાં યોજાવાનું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *