હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધો

યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી…


યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી નાખ્યું હતું. આ હુમલામાં 7 ઈઝરાયલી નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.


છેલ્લા કેટલાક મહિનાઓમાં કરાયેલા હુમલાઓમાં આ સૌથી ભીષણ હુમલો હતો કેમ કે આ વખતે ઘણાં રોકેટ ઈઝરાયલના મધ્ય ભાગ તેલ અવીવ સુધી પહોંચી ગયા હતા. ઈઝરાયલની મેગન ડેવિડ એડોમ રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે હિઝબુલ્લાહના હુમલામાં સાત લોકો ઘાયલ થયા છે. યુદ્ધવિરામ માટે મંત્રણાકારો દ્વારા દબાણ બનાવાતા હિઝબુલ્લાહે આ હુમલો બેરુતમાં ઈઝરાયલી હુમલાના જવાબમાં કર્યો હતો.


આ દરમિયાન લેબેનોનની સેનાએ જણાવ્યું હતું કે, રવિવારે ઇઝરાયલી હુમલામાં એક લેબનીઝ સૈનિક માર્યો ગયો હતો અને 18 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લા વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *