સ્ટમ્પ માઇકમાં કેદ થયેલો વીડિયો વાઇરલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સ્ટમ્પ માઈકમાં કેદ થયેલી વસ્તુઓને લઈને ચર્ચામાં રહે છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટમાં આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં રોહિત યશસ્વી જાયસ્વાલને કહેતો જોવા મળે છે કે તે અહીં ગલી ક્રિકેટ રમવા નથી આવ્યો. આ ઘટના એવા સમયે બની જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ મોટી ભાગીદારી તરફ આગળ વધી રહી હતી અને વિકેટ લેવા માટે તેઓ સતત ફિલ્ડિંગ બદલી રહ્યા હતા.
યશસ્વી જાયસ્વાલ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેણે પોતાના રક્ષણ માટે હેલ્મેટ પણ પહેર્યું હતું.
આ દરમિયાન રવિન્દ્ર જાડેજા બોલિંગ કરવા આવ્યો, જેનો એક બોલ સ્ટીવ સ્મિથે ફટકાર્યો અને મિડ-ઓફ તરફ ગયો. પછી જાયસ્વાલ પોતાનો બચાવ કરવા માટે હવામાં ઉછળ્યો, પરંતુ કેપ્ટન રોહિત શર્માને તેની એક્ટિંગ પસંદ ના આવી, અરે જસ્સુ, શું તું સ્ટ્રીટ ક્રિકેટ રમી રહ્યો છે ? નીચે બેસીને રે, જ્યાં સુધી રમે નહીં ત્યાં સુધી ઉઠવાનું નઇ, નીચે બેસીને રે. આ ઘટના પર વિકેટકીપર ઋષભ પંત પણ હસવાનું રોકી શક્યો નહીં.
