મિયાં પોલિટીક્સથી આસામના ‘મામા’ની જીતની હેટ્રીક

અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિશ્વા સરમા માત્ર એક નેતા નહી, પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણના અજેય કિંગ છે. ભાજપે જે…

અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિશ્વા સરમા માત્ર એક નેતા નહી, પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણના અજેય કિંગ છે. ભાજપે જે પ્રકારે અસમમાં જીતની હેટ્રિક લગાવી છે, તેણે દિલ્હીથી લઈને ગુવાહાટી સુધીના તમામ રાજકીય વિશ્ર્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે. આ જીત પાછળ માત્ર મોદી લહેર નહીં, પણ હિમંતનું સચોટ માઇક્રો-મેનેજમેન્ટ છે.

અસમના રાજકારણમાં હિમંત બિશ્વા સરમાની સૌથી મોટી સફળતા તેમની મામા તરીકેની છબી છે. આજે અસમમાં નાનાં બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક તેમને મામા કહીને સંબોધે છે. રાજકારણમાં સામાન્ય રીતે નેતાઓ સેવક અથવા જનપ્રતિનિધિ હોવાનો ડોળ કરતા હોય છે, પરંતુ હિમંતે જનતા સાથે સીધો કૌટુંબિક સંબંધ સ્થાપિત કર્યો.

આ બ્રાન્ડિંગ પાછળ મહિલા મતદારોની એક મજબૂત અને વફાદાર વોટબેંક ઉભી કરવામાં આવી છે. હિમંતે ખૂબ જ વહેલું સમજી લીધું હતું કે, જો ઘરની મહિલા સંતુષ્ટ છે, તો તે ઘરનો મત અન્ય ક્યાંય જશે નહીં. તેમની અરુણોદય 2.0 જેવી યોજનાઓએ સીધા જ લાખો મહિલાઓના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડી. જ્યારે ચૂંટણી નજીક આવી, ત્યારે આ યોજનાઓનો વ્યાપ અને રકમ બંનેમાં વધારો કરવામાં આવ્યો.

જો મામા શબ્દમાં આત્મીયતા અને પ્રેમ હતો, તો મિયાં શબ્દનો ઉપયોગ હિમંતે એક વ્યૂહાત્મક હથિયાર તરીકે કર્યો. અસમની ભૌગોલિક સ્થિતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરી હંમેશાથી એક અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિમંત બિશ્વા સરમાએ આ મુદ્દે ક્યારેય બાંધછોડ ન કરવાની છબી બનાવી. તેમણે પોતાની રેલીઓમાં અને જાહેર નિવેદનોમાં સ્પષ્ટપણે મિયાં પોલિટિક્સને ટાર્ગેટ કરી અને તેને અસમિયા સંસ્કૃતિ તેમજ સ્વદેશી લોકોની ઓળખ માટે ખતરો ગણાવ્યો. હિમંતનો આ નેરેટિવ ખૂબ જ પાવરફુલ રહ્યો કે, “જો અસમના લોકોએ પોતાની જમીન, ભાષા અને ઓળખ બચાવવી હોય, તો તેમણે એક થવું પડશે. (કટોગે તો બટોગે)” તેમણે મદરેસાઓ બંધ કરવાથી લઈને લેન્ડ જેહાદ વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોએ હિન્દુ અને સ્વદેશી અસમિયા મતદારોને સંપૂર્ણપણે ભાજપ તરફ વાળી દીધા. કોંગ્રેસ જ્યારે સેક્યુલરિઝમની વાતો કરતી, ત્યારે ભાજપ તેને મિયાં તુષ્ટિકરણ કહીને વળતો પ્રહાર કરતી. આ હાઈપર-લોકલ ધ્રુવીકરણને કારણે વિપક્ષના મતોનું ગણિત સાવ ખોરવાઈ ગયું.

માત્ર લાગણી અને ધ્રુવીકરણથી સત્તા ટકાવી શકાતી નથી, તે હિમંત સારી રીતે જાણે છે. તેથી જ તેમણે પોતાને એક એવા મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા જે 24/7 કામ કરે છે. અસમમાં રસ્તાઓનું નેટવર્ક હોય, નવી મેડિકલ કોલેજોનું નિર્માણ હોય કે પછી હજારો યુવાનોને કોઈપણ લાંચ વગર પારદર્શક રીતે સરકારી નોકરીઓ આપવાની વાત હોય, હિમંતની ડિલિવરી સિસ્ટમ બેમિસાલ રહી છે. તેમની કામ કરવાની શૈલી એવી છે કે, તેઓ પોતે અડધી રાત્રે પ્રોજેક્ટ સાઇટ્સ પર જઈને કામનું નિરીક્ષણ કરે છે અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરે છે. આ સક્રિય વહીવટીતંત્રને કારણે અસમમાં ક્યાંય સત્તા વિરોધી લહેર (અક્ષશિં-શક્ષભીળબયક્ષભુ) ઉભી થઈ શકી નહીં. જનતાને વિશ્વાસ બેઠો કે, મામા તેમના હિતોનું રક્ષણ કરવાની સાથે રાજ્યનો વિકાસ પણ કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે હિમંતની આ વર્કિંગ મશીન જેવી છબી સામે ટકી શકે તેવો કોઈ નેતા જ નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *