ગુજરાત

ગુજસીટોકના આરોપી સંચાલિત ઘોડીપાસાની ક્લબ ઉપર દરોડો; 8ની ધરપકડ; 3 ફરાર

Published

on

રાજકોટથી 10 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં 12 દિવસથી શરૂ કરેલી જુગાર કલબ ઉપર એલસીબી ઝોન-1નો દરોડો, 35 હજારની રોકડ સહિત રૂા.3 લાખનો મુદ્દામાલ કબજે


સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જ શહેરમાં નાના-મોટા જુગારના ફિલ્ડ શરૂ થઇ ગયા છે. ત્યારે શહેરના ભિસ્તીવાડમાં રહેતા અને 2 માસ પૂર્વે જ ગુજસીટોકના ગુનામાં જામીન પર છુટેલા નામચીન શખ્સ સંચાલિત ઘોડીપાસાની જુગાર ક્લબ ઉપર એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી જુગાર રમતા નામચીન મુસ્લીમ શખ્સ અને તેના સાથે 8 શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં 3 શખ્સો ભાગી ગયા હતા. એલસીબીની ટીમે રૂા.25 હજારની રોકડ સહિત 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


શહેરથી 10 કીલોમીટર દુર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે જાહેરમાં ઘોડીપાસાની જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે ઝોન-1 ડીસીપીની એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર ક્લબ શરૂ કરનાર ગુજસીટોકનો આરોપી અને બે મહિના પૂર્વે જ જેલમાંથી છુટેલો નામચીન ભીસ્તીવાડનો એઝાજ ઉર્ફે ટકો અકબર ખીયાણી તેમજ ખોડીયારપરા શેરી નં.5માં રહેતો હાજી ઇસ્માઇલભાઇ જુણેજા, ભગવતીપરા સદામ ઉર્ફે ઇમુ હુશૈનભાઇ શેખ, મોચીનગરનો યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા, મેરામબાપાની વાડી પાસે રહેતો મેહબુબ અલ્લારખાભાઇ અજમેરી, રૂખડીયાપરાનો ઇમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા, વિરમાયા પ્લોટમાં રહેતો પરેશ રમેશભ ઝાલા, વૈશાલીનગરનો તુષાર રમેશ લીડીયાને જુગાર રમતા ઝડપી લઇ સાત મોટર સાયકલ, તેમજ 25 હજાર રોક્ડા અને 9 મોબાઇલ સહિત રૂા.3 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ દરોડામાં ભગવતીપરાનો જુમો ઠેબાપોત્રા, અનીલ વેલજી ચૌહાણ અને ભગવતીપરાનો જાવેદ ઉર્ફે પાઇદુ હુશૈન કુરેશી ફરાર થઇ ગયા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, નામચીન હકુભાનો પુત્ર એઝાજ ઉર્ફે ટકો ગુજસીટોકના ગુનામાં જેલમાંથી બે મહિના પહેલા જ છુટ્યો હોય અને છેલ્લા 12 દિવસથી તેણે આ ઘોડીપાસાની જુગાર ક્લબ ચાલુ કરી હતી. પોલીસથી બચાવા રાજકોટ શહેરથી આશરે 10 કીલોમીટર દુર વાડીવારા પીરની દરગાહ કે જે બેડી ગામથી આગળ આવેલ હોય. ત્યાં રાજકોટથી મોટરસાયકલ ઉપર આ તમામ જુગારીયો જુગાર રમવા માટે ભેગા થતા હતા.
પોલીસ કમિશરન બ્રઝેશ કુમાર ઝા., અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ બી.વી.બોરીસાગર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version