ગુજરાત

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

Published

on

રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી

રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.


ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.


રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.


આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.


36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version