ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદાએ રચ્યો ઇતિહાસ, નોર્વે ચેસ ટાઇટલ જીત્યું

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચતા નોર્વે ચેસ 2026નું ટાઇટલ જીતી લીધું છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંદા આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.…

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચતા નોર્વે ચેસ 2026નું ટાઇટલ જીતી લીધું છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંદા આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ફાઇનલ રાઉન્ડમાં તેણે જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી. ટૂર્નામેન્ટના છેલ્લા દિવસે પ્રજ્ઞાનંદા 15 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને હતો. તેણે ક્લાસિકલ મુકાબલો જીતીને 3 પોઇન્ટ્સ મેળવ્યા અને કુલ 18 પોઇન્ટ્સ સાથે ખિતાબ પોતાના નામે કરી લીધો.

ટુર્નામેન્ટના છેલ્લા રાઉન્ડમાં અમેરિકન ગ્રાન્ડમાસ્ટર વેસ્લી સો 15.5 પોઇન્ટ્સ્સ સાથે ટોચ પર હતો. પરંતુ તેની મેચ ડ્રો રહી અને નિર્ણય આર્માગેડન ટાઈબ્રેકરમાં ગયો. આનાથી પ્રજ્ઞાનંદા માટે ખિતાબ જીતવાનો રસ્તો ખુલી ગયો. વેસ્લી સોએ ટાઈબ્રેકર તો જીતી લીધું, પરંતુ તેને ફક્ત 1.5 પોઇન્ટ્સ્સ મળ્યા. આમ તેના કુલ 17 પોઇન્ટ્સ્સ થયા, જે પ્રજ્ઞાનંદા કરતાં એક ઓછા હતા.

ફ્રાન્સના અલીરજા ફિરોઝા 15.5 પોઇન્ટ્સ્સ સાથે ત્રીજા સ્થાને રહ્યો. છેલ્લા રાઉન્ડમાં મેગ્નસ કાર્લસને ગુકેશને હરાવ્યો, પરંતુ તે પણ ટાઇટલ જીતી શક્યા નહીં. કાર્લસન 13 પોઇન્ટ્સ્સ સાથે પાંચમા સ્થાને રહ્યો.
આ ટુર્નામેન્ટના શરૂૂઆતના રાઉન્ડમાં પ્રજ્ઞાનંદાનું પ્રદર્શન સામાન્ય રહ્યું, પરંતુ પછીની મેચમાં તેણે શાનદાર કમબેક કર્યું. તેની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક વર્લ્ડ નંબર-1 અને સાત વખતના નોર્વે ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને બે વાર ક્લાસિકલ મુકાબલામાં હરાવવાની રહી. પ્રજ્ઞાનંદા ભારતનો બીજો એવા ખેલાડી બન્યો, જેણે એક જ ટુર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસનને બે વાર હરાવ્યો. આ પહેલા 2007માં વિશ્વનાથન આનંદે લિનારેસ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં કાર્લસનને સતત બે મુકાબલામાં હરાવ્યા હતા.

પ્રજ્ઞાનંદાએ તે કરી બતાવ્યું જે ભારતીય ચેસના દિગ્ગજ વિશ્વનાથન આનંદ પણ કરી શક્યા ન હતા. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશ પણ અત્યાર સુધી આ ટુર્નામેન્ટ જીતી શક્યો નથી. 2013માં શરૂૂ થયેલી આ ટુર્નામેન્ટમાં પહેલીવાર કોઈ ભારતીયે ટાઇટલ જીત્યું છે. પ્રજ્ઞાનંદા બીજીવાર નોર્વે ચેસમાં રમી રહ્યો હતો. ગુકેશ 8 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા (છેલ્લા) સ્થાને રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *