સરકાર પાસે સત્તા છે, ટેલીગ્રામ પર પ્રતિબંધ સામેની અરજી ફગાવાઈ

દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા…

દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. દેશમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી RE-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હતો, જેને કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે.

અયોધ્યા બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લેવાયેલા સરકારી એક્શનને કારણે કાયદાકીય અને વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. દિલ્હી હાઇકોર્ટે ભારત સરકારના એ નિર્ણયને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે, જેમાં RE-NEET પરીક્ષાના કારણે ટેલિગ્રામ પર અસ્થાઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં RE-NEETની પરીક્ષા 21 જૂનના રોજ યોજાવાની છે, જેને પગલે આ પ્રતિબંધ 22 જૂન સુધી લાગુ રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિને જોતા સરકાર પાસે આવા નિર્ણયો લેવાની પૂરેપૂરી સત્તા છે.આ કેસ પર ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયામાં તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. સરકારે જે ’ઇમરજન્સી નેચર’ (કટોકટીની સ્થિતિ) અને મજબૂત કારણો રજૂ કર્યા છે તે આ પ્રતિબંધ માટે પૂરતા છે.

કોર્ટે ટેલિગ્રામ પર લગાવેલા 5 દિવસના આ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ કરીને જ આ આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આઈટી એક્ટ (ઈંઝ અભિ)ંનો હવાલો આપતા કહ્યું કે, સરકાર પાસે દેશહિતમાં આખા પ્લેટફોર્મ કે એપ પર પ્રતિબંધ લગાવવાનો કાનૂની અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *