સોનામાં 1800 અને ચાંદીમાં 7000નો કડાકો

10 દિવસમાં ચાંદીમાં 25,000નું ગાબડું ગઈકાલે સોના ચાંદીમાં આંશિક વધારો નોંધાયા બાદ આજે ફરી એક વખત કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુના ભાવ ઘટ્યા હતા. આજે માર્કેટમાં…

10 દિવસમાં ચાંદીમાં 25,000નું ગાબડું

ગઈકાલે સોના ચાંદીમાં આંશિક વધારો નોંધાયા બાદ આજે ફરી એક વખત કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુના ભાવ ઘટ્યા હતા. આજે માર્કેટમાં ફરી એક વખત સોના અને ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં 1800 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં ₹7,000 નો કડાકો બોલી ગયો છે.

હજુ દસ દિવસ પહેલા ચાંદીનો ભાવ 2,50,000 ને આંબી ગયો હતો પરંતુ ત્યારબાદ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે પણ 7000 રૂૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદીનો ભાવ વાયદા બજારમાં બે લાખ 27 હજાર પહોંચી ગયો છે. સોનામાં પણ આજે 1800 રૂૂપિયા વધુ ઘટી જતા 146300 નો ભાવ જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં સોના અને ચાંદીમાં હજુ પણ ભાવ ઘટે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આજે શેર બજાર ફ્લેટ જોવા મળ્યું હતું ડોલરનો ભાવ 94 65 જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *