દિવાળી પછી સોનામાં 14,000 રૂપિયાનો કડાકો બોલી ગયો. ચાંદીમાં પણ 28000 તૂટ્યા
વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સ્થાનિક વાયદા માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનું 8000 રૂૂપિયા અને ચાંદી 12000 રૂૂપિયા તૂટી છે. આંતરરાષ્ટ્રીય લેવલે પણ સોના અને ચાંદી માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મંદીને કારણે પણ તહેવારોના દિવસોમાં સોના ચાંદીના ઘરેણા ની ડિમાન્ડ ઓછી રહેતા ભાવમાં કડાકો બોલી ગયો છે.
આજના કારોબારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹3,200 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹6,000નો જંગી ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. આજે સોનું તેના જૂના બંધ ભાવ ₹1,34,223 સામે આજે ઘટીને ₹1,31,622ના સ્તરે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં ₹1,31,979ની સપાટી બનાવી હતી, જ્યારે નીચામાં ₹1,30,821ના તળિયે પહોંચ્યું હતું. આમ, સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે સીધો ₹3,200નો ઘટાડો જોવા મળ્યો છે.
બીજી તરફ, ચાંદીમાં પણ સોના કરતાં વધુ તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ચાંદી તેના જૂના બંધ ભાવ ₹1,69,702 સામે આજે ₹1,67,301ના ભાવે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર (હાઈ) પણ રહ્યો હતો. ત્યારબાદ બજારમાં વેચવાલી વધતા ચાંદી ગગડીને નીચામાં ₹1,63,533ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં પ્રતિ કિલોએ એકઝાટકે ₹6,000નો કડાકો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે અમેરિકાની નાણાકીય નીતિ જવાબદાર છે. અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતી, અમેરિકામાં વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારો અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે અને ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઊઝઋ) માંથી પણ સતત ઉપાડ (આઉટફ્લો) થઈ રહ્યો હોવાથી સોના-ચાંદીના ભાવમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
