5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો
વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ગઈકાલે પણ ચાંદીમાં 9000 અને સોનામાં 3500 જેવો ઘટાડો નોંધાયા બાદ આજે પણ બંને ધાતુમાં મોટા ગાબડા પડ્યા છે. સોનામાં આજે પણ 2500 નો ઘટાડો નોંધાતા સોનુ 150,000 ની સપાટીથી નીચે આવ્યું છે.જ્યારે ચાંદીમાં પણ 4500નો કડાકો બોલી જતા ચાંદી પણ 235000 ની નીચે આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સોના અને ચાંદીમાં છેલા ચાર દિવસથી જોરદાર વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.
સોનામાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. લાંબા સમય બાદ આજે સોનું એકઝાટકે 2500 રૂૂપિયાથી વધુ તૂટીને દોઢ લાખથી સપાટી ગુમાવી બેઠું હતું. જોકે ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તે દોઢ લાખને પાર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનું જોરદાર કડાકા સાથે ₹1,49,926.00 પર ઓપન થયું હતું, એટલે કે તે સીધું ₹1.50 લાખની માનસિક સપાટીની નીચે સરકી ગયું હતું.
બજાર ખુલ્યા બાદ સોનામાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે અને હાલમાં તે ₹1,50,118.00 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, અગાઉના બંધ ભાવની સરખામણીએ તે હજી પણ ₹2,325.00 (1.53%) ના પ્રચંડ ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ, ચાંદીના વાયદા બજારમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું છે. ચાંદીમાં આજે કુલ 4528 રૂૂપિયા સુધી એકઝાટકે તૂટી હતી. જોકે પછીથી રિકવરી બતાવતા તે 1800 રૂૂપિયા જેટલી રિકવર થઇ હતી.
આજે બજાર ઓપન થતાની સાથે જ ચાંદી સીધી ₹2,34,009.00 ના ભાવે ખુલી હતી. ઓપનિંગમાં જ ચાંદીના ભાવમાં ₹4,528 નો મસમોટો કડાકો જોવા મળ્યો હતો. શરૂૂઆતી તૂટ્યા બાદ ચાંદીમાં પણ નીચલા સ્તરેથી થોડી રિકવરી આવી છે. હાલમાં ચાંદી વાયદા બજારમાં ₹2,35,797.00 પર ટ્રેડ થઈ રહી છે.
યુદ્ધના હુમલાની વચ્ચે પણ સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
અમેરિકા અને ઈરાનના નવા હુમલા ની વચ્ચે પણ આજે ભારતીય શેરબજારમાં 500 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વના શેર બજાર નીચે જોવા મળ્યા છે ત્યારે ભારતનું શેરબજાર આજે ઉપર જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં 500 પોઈન્ટ ને ઉછાળો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 140 અંકનો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ નો ભાવ 92 ડોલર પર છે અને રૂૂપિયો પણ સુધારા પર છે જેની પોઝિટિવ અસર શેર બજાર પર પડી હતી. આજે અનેક સેક્ટર માં ખરીદી જોવા મળી હતી
