એક બાજુ શેરબજારમાં 10 દિવસમાં 2600 પોઇન્ટ સેન્સેકસ તુટયો પરંતુ સોના-ચાંદી માર્કેટમાં તેજી બરકરાર જોવા મળી હતી. આંતર રાષ્ટ્રીય ડીમાન્ડ તેમજ રીટેલમાં પણ ખરીદી વધતા તેમજ જીયોપોલીટીકલ પરિસ્થિતી વચ્ચે સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતે ગઇકાલે ચાંદી 8678 રૂપિયા વધીને બંધ આવી હતી. જયારે સોનુ રૂા.1133ના વધારા સાથે બંધ આવ્યું હતું.
ગઇકાલે શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે એમસીએકસમાં સોનુ 138875 રૂા. પર બંધ આવ્યું હતું. જયારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ રૂા.142820 પર પહોંચયો હતો. ચાંદી એમસીએકસમાં રૂા.252002 પર બંધ આવી હતી. જયારે રાજકોટમાં હાજર ભાવ 254755 પર બંધ થયું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4500 ડોલરને પાર થયું છે જયારે ચાંદી પણ 80 ડોલરને પાર થઇ ગઇ છે.
