સોના ચાંદીમાં ફરી કડાકો: ચાંદીમાં 6000 અને સોનામાં 1600 રૂપિયા તૂટ્યા

સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી જઈ રહી છે. વાયદા બજારમાં આજે પણ જોરદાર ભૂકંપ આવતા બંને કિંમતી ધાતુઓની કિંમતો ગગડતાં રોકાણકારોને…

સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી જઈ રહી છે. વાયદા બજારમાં આજે પણ જોરદાર ભૂકંપ આવતા બંને કિંમતી ધાતુઓની કિંમતો ગગડતાં રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વાયદા બજારમાં સોનાની કિંમતોની વાત કરીએ તો ગઈ કાલે સોનું પ્રતિ 10 ગ્રામ 142531 રૂૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું જે આજે ખુલતાની સાથે 141634 પર સ્પર્શીને 141005 રૂૂપિયાએ પહોંચી ગયું હતું. જેના પરથી કહી શકાય કે સોનાની કિંમતોમાં આજે 1500 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ફરી એકવાર આ સ્થિતિને લીધે મુંઝવણમાં મૂકાયા હતા. બીજી બાજુ ચાંદીની કિંમતોની વાત કરીએ તો જે ગઇકાલે પ્રતિ કિલોએ 228563 રૂૂપિયાએ બંધ થઇ હતી. તે આજે 225000 રૂૂપિયાની સપાટીએ ખુલી હતી અને તેમાં પણ કડાકાનો દોર યથાવત્ રહેતા તે સીધી 222456 રૂૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી.

જેના પરથી ખ્યાલ આવે છે કે ચાંદી આજે કુલ 6160 રૂૂપિયા જેટલી તૂટી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે ચાંદી ચાર લાખની સપાટીને કૂદાવી ચૂકી હતી જે આજે સવા બે લાખ રૂૂપિયાની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.બીજી બાજુ શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ 400 અને નિફ્ટી 130 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી અને મીડ કેપ નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ હાલ 73.29 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *