રાષ્ટ્રીય

‘ દારૂ પીને વિધાનસભા, ગુરુદ્વારામાં જાય છે, મમ્મીને પણ કરે છે ટોર્ચર…’ CM ભગવંત માનની પુત્રીએ લગાવ્યા ગંભીર આરોપ,જુઓ વિડીયો

Published

on

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. સીરત કૌર માનનો આરોપ છે કે ભગવંત માન દ્વારા તેની માતા અને તેની પૂર્વ પત્નીનું ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ભગવંત માન પર આરોપ લગાવતા તેણે કહ્યું કે તેણે તેના પુત્ર એટલે કે સીરતના ભાઈને રાત્રે સીએમ આવાસની બહાર ફેંકી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ભગવંત માનની પુત્રીએ કહ્યું, “હું સીરત કૌર માન છું. હું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી છું. શરૂઆતમાં જ હું સ્પષ્ટ કરી રહી છું કે આ વિડિયોમાં હું તેમને શ્રી માન અથવા સીએમ સાહેબ તરીકે સંબોધીશ.એમને પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.

સીરત કૌર માને વાયરલ વીડિયોમાં કહ્યું, “આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી વાર્તા દુનિયા સમક્ષ આવે. આજ સુધી લોકોએ જે પણ સાંભળ્યું છે તે માત્ર સીએમ સાહેબ પાસેથી જ સાંભળ્યું છે અને તેમના કારણે અમારે તે બધું સાંભળવું અને સહન કરવું પડ્યું, જે આપણે કહી પણ શકતા નથી. આજ સુધી, મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે અને અમે, તેમના બાળકોએ પણ કંઈ કહ્યું નથી, પરંતુ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.”

સીરત કૌર માને કહ્યું કે ભગવંત માનને ખ્યાલ નથી કે અમારા મૌનને કારણે જ તેઓ આ પદ (CM) પર બેઠા છે. સિરતે આરોપ લગાવ્યો કે તેના પિતાએ તેણી અને તેના નાના ભાઈ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી નથી. સિરતે કહ્યું કે તેનો ભાઈ ગયા વર્ષે બે વાર ભગવંત માનને મળવા ગયો હતો પરંતુ તેને સીએમ હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો.

સીરત કૌર માને વધુમાં આરોપ લગાવ્યો કે, “એકવાર તેના નાના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને એવું બહાનું કરીને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું કે તે રાત્રે ત્યાં રોકાઈ શકશે નહીં. જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે?

ભગવંત માનની પુત્રી સીરત કૌર માને એમ પણ કહ્યું કે પંજાબના સીએમ દારૂ પીને ગુરુદ્વારા અને વિધાનસભા જાય છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. AAP માને છે કે આ ભગવંત માનની અંગત બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version