90 દિવસ કામ કર્યું હશે તો ગિગ વર્કસને સામાજિક સુરક્ષા મળશે

1 એપ્રિલથી લાગુ થનારા ચાર શ્રમ-કોડના ડ્રાફટ નિયમો જારી : ડિલીવરી કામદારોની પાત્રતાના માપદંડ નક્કી થયા શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ચાર શ્રમ કોડ માટે…

1 એપ્રિલથી લાગુ થનારા ચાર શ્રમ-કોડના ડ્રાફટ નિયમો જારી : ડિલીવરી કામદારોની પાત્રતાના માપદંડ નક્કી થયા

શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ચાર શ્રમ કોડ માટે ડ્રાફ્ટ નિયમોનો પૂર્વ-પ્રકાશ કર્યો છે અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ આમંત્રિત કર્યા છે. સરકાર 1 એપ્રિલથી દેશભરમાં ચારેય શ્રમ કોડ એકસાથે લાગુ કરવાની યોજના ધરાવે છે.

ચાર કોડ – વેતન પર કોડ, 2019; ઔદ્યોગિક સંબંધો કોડ, 2020; સામાજિક સુરક્ષા પર કોડ, 2020; અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ કોડ, 2020 – એક જ દિવસે સૂચિત કરવામાં આવ્યા હતા.

ડ્રાફ્ટ નિયમોમા કેન્દ્રએ શ્રમ કોડ હેઠળ લાભ મેળવવા માટે ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે પાત્રતા શરતોનો પ્રસ્તાવ મૂક્યો છે. દરખાસ્ત મુજબ, કામદારોને “છેલ્લા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ એક એગ્રીગેટર સાથે, અથવા બહુવિધ એગ્રીગેટરના કિસ્સામા ઓછામાં ઓછા એકસો વીસ દિવસ” માટે કામ કરવું આવશ્યક છે.

આ સૂચના 30 ડિસેમ્બર, 2025 ની છે, અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગિગ અને પ્લેટફોર્મ કામદારો હડતાળ પર ગયા તેના એક દિવસ પહેલા જારી કરવામાં આવી હતી, જેમાં તેઓ વધુ ચૂકવણી અને સારી કાર્યકારી પરિસ્થિતિઓની માંગણી કરી રહ્યા હતા.

નિયમો સ્પષ્ટ કરે છે કે જો કોઈ કાર્યકર કોઈ એગ્રીગેટર માટે કરેલા કામ માટે આવક મેળવે છે, તો તેને કોઈપણ કેલેન્ડર દિવસે રોકાયેલા (એન્ગેજડ ) ગણવામાં આવે છે, પછી ભલે તે કેટલી કમાણી કરે.
જો કોઈ કાર્યકર બહુવિધ એગ્રીગેટર્સ સાથે સંકળાયેલો હોય, તો બધા એગ્રીગેટર્સમાં જોડાણના દિવસોની સંખ્યા એકસાથે ઉમેરવામાં આવશે. જો કોઈ કાર્યકર એક જ કેલેન્ડર દિવસે ત્રણ એગ્રીગેટર્સ સાથે સંકળાયેલો હોય, તો તેને જોડાણના ત્રણ અલગ અલગ દિવસો તરીકે ગણવામાં આવશે.

ઝોમેટોના સ્થાપકે ડિલીવરી પાર્ટનર્સને ‘બદમાશ’ કહયા, 31મીએ રેકોર્ડ ડિલીવરીનો દાવો
ગિગ કામદારોની હડતાલમા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને તેની ક્વિક-કોમર્સ શાખા બ્લિંકિટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેમના અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના ઓર્ડર નંબરો જોયા સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે જણાવ્યું હતું કે 2025 ના અંતિમ દિવસે બંને ડિલિવરી પ્લેટફોર્મ્સે કુલ 138 લાખ ઓર્ડર પૂર્ણ કર્યા હતા. જોકે, આ અપડેટથી સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા આવી હતી, ઘણા વપરાશકર્તાઓએ તેમના પર વિરોધ કરનારા ગિગ કામદારો પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ગોયલે કહ્યું કે ઝોમેટો અને બ્લિંકિટ બંનેએ 31 ડિસેમ્બરે “રેકોર્ડ ગતિએ ડિલિવરી કરી” અને દાવો કર્યો હતો કે ડિલિવરી પાર્ટનર્સ દ્વારા વધુ સારા પગાર અને સારી કાર્યકારી પરિસ્થિતિઓની માંગણી કરીને દેશવ્યાપી હડતાળના આહ્વાન છતાં કામગીરી ખોરવાઈ ન હતી. તેમણે ઉમેર્યું કે સ્થાનિક પોલીસના સમર્થનથી “ઓછી સંખ્યામાં ગુસ્સે ભરાયેલા ગુનેગારોને કાબૂમાં રાખવામાં મદદ મળી” – એક ટિપ્પણી જેણે ઘણા વપરાશકર્તાઓને ઓનલાઇન ગુસ્સે કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *