અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરતાં વૈશ્વિક પરિબળોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં એકઝાટકે મોટો કડાકો બોલી ગયો છે. કિંમતી ધાતુઓમાં જોવા મળેલી ભારે વેચવાલીને કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1920 રૂૂપિયા અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 5380 રૂૂપિયાનો આકરો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે હલચલ મચી ગઈ છે. આજે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે સોનું 142633.00 રૂૂપિયાના ભાવે ઓપન થયું હતું. બજાર દરમિયાન સોનાએ 141557.00 નો લો બનાવ્યો હતો. એટલે સોનામાં 920 નો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે. ચાંદીનો જૂનો બંધ ભાવ 222664.00 રૂૂપિયા હતો, જેની સામે આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદી 218648.00 રૂૂપિયાના સ્તરે ઓપન થઈ હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીમાં 217277.00 નો લો જોવા મળ્યો છે. એટલે કે ચાંદીમાં ઉઘડતા જ 5200 નો ઘટાડો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીના ભાવમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક કટોકટી અને આંતરરાષ્ટ્રીય દબાણ મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરવાને કારણે વૈશ્વિક એનર્જી અને કોમોડિટી માર્કેટમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે યુએસ ડોલરની મજબૂતી, વૈશ્વિક શેરબજારોની વધ-ઘટ અને મોટા રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ જેવા અન્ય કારણોસર પણ બજારમાં આ પ્રકારનો કડાકો જોવા મળ્યો છે.
આજે શેરબજારમાં પણ શરૂૂઆતી 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.સેન્સેક્સ માં 700 અને નિફ્ટીમાં 180 પોઇન્ટ ઘટેલા જોવા મળ્યા હતા.બેંક નિફ્ટી તેમજ મિડકેપ નિફ્ટી પણ આજે ઘટેલા જોવા મળ્યા છે. જોકે સવારે 10 વાગ્યા આસપાસ બજારમાં 300 પોઇન્ટની રિકવરી જોવા મળી હતી. બીજી બાજુ રૂૂપિયો વધુ 32 પોઇન્ટ નબળો પડતા ડોલરનો ભાવ 95.67 સુધી પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ પણ આજે ત્રણ ટકા ઘટીને 78.57 પર જોવા મળી રહ્યો છે.
