ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક)ના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. તેને વનુઆતુની નાગરિકતા મળી છે. લલિત મોદી પર મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ કાયદાના ઉલ્લંઘનનો આરોપ છે. એજન્સીઓથી બચવા માટે તે 2010માં જ ભારત છોડીને ભાગી ગયો હતો. હવે બીજા દેશની નાગરિકતા મળ્યા બાદ લલિત મોદીનું પ્રત્યાર્પણ વધુ મુશ્કેલ બની ગયું છે. જે દેશ માટે નાગરિકતાનો દાવો કરવામાં આવ્યો છે તે એક નાનો દેશ છે જે પેસિફિક મહાસાગરમાં એક ટાપુ પર ફેલાયેલો છે. આ દેશ પહેલાથી જ પ્રત્યાર્પણ સંધિની બાબતો માટે કુખ્યાત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, તેમણે લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે લલિત મોદી લાંબા સમયથી લંડનમાં રહે છે. મેહુલ ચોક્સીએ જે રીતે એન્ટિગુઆની નાગરિકતા લીધી હતી, લલિત મોદીએ પણ આવી જ ચાલ રમી છે. આંતરરાષ્ટ્રીય સૂત્રોના જણાવ્યા અનુસાર લલિત મોદીને 30 ડિસેમ્બર 2024ના રોજ જ વનુઆતુની નાગરિકતા મળી હતી.
લલિત મોદી હવે જે દેશનો નાગરિક છે તે દેશ પ્રશાંત મહાસાગરમાં લગભગ 80 નાના ટાપુઓથી બનેલો છે. આ દેશની વસ્તી માત્ર 3 લાખ જેટલી છે. આ દેશ 1980માં ફ્રાન્સ અને બ્રિટનથી આઝાદ થયો હતો. વનુઆતુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ નાગરિકતા આપે છે. અહીં એક એપ્લિકેશનની કિંમત લગભગ 1.3 કરોડ રૂૂપિયા છે. આવી સ્થિતિમાં, વનુઆતુની નાગરિકતા મેળવવી ખૂબ જ સરળ છે.