હતાશ નાવારો છેલ્લા પાટલે બેઠાં: મોદીનો ભગવા વસ્ત્રોમાં ધ્યાનસ્થ ફોટો મૂકતાં સોશિયલ મીડિયામાં આક્રોશ

‘તમારી પાસે અરીસો છે…’, પીએમ મોદીના મંદિરના ફોટાનો ઉપયોગ કરીને ઉપદેશ આપનારા ટ્રમ્પના સલાહકારની ઓનલાઈન ટીકા થઈ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના…

‘તમારી પાસે અરીસો છે…’, પીએમ મોદીના મંદિરના ફોટાનો ઉપયોગ કરીને ઉપદેશ આપનારા ટ્રમ્પના સલાહકારની ઓનલાઈન ટીકા થઈ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોની ટીકા કરી છે. નાવારોએ શુક્રવારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ભારતની નીતિ પર સવાલ ઉઠાવતા તીખી ટિપ્પણીઓ કરી હતી. તેમણે ભારતીય ઉદ્યોગપતિઓને નફાખોર ગણાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે કહ્યું હતું કે ભારત રશિયન તેલ વેચીને મોટો નફો કરી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે ભારતને દોષી ઠેરવ્યું હતું.

ભારતીય યુઝર્સને નાવારોની પોસ્ટ પર સૌથી વધુ વાંધો છે જ્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાપર્યો છે જેમાં તેઓ ભગવા કપડાં પહેરીને ધ્યાન કરવામાં મગ્ન છે. જોકે આ થ્રેડનો બાકીનો ભાગ તેમના સામાન્ય તીક્ષ્ણ કટાક્ષથી ભરેલો હતો, થ્રેડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભગવા કપડાં પહેરેલા ફોટા સાથે સમાપ્ત થયો. આ સાથે, તેમણે છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું – યુક્રેનમાં શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે. ભારતીય યુઝર્સે આ પોસ્ટ પર નાવારોને ટેગ કર્યા અને તેમને ખૂબ ટ્રોલ કર્યા.

એક ટિપ્પણીમાં લખ્યું હતું, નસ્ત્રવાહ! ટ્રમ્પના વેપાર સલાહકાર હવે ભારતને નિશાન બનાવતા ટ્વિટમાં નરેન્દ્ર મોદીના ધ્યાન કરતા ચિત્રનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકો ભારત સાથેના સંબંધોને સંપૂર્ણપણે બગાડી રહ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમારી પાસે અરીસો છે? અમેરિકા હજુ પણ રશિયા પાસેથી યુરેનિયમ અને ખનિજો ખરીદી રહ્યું છે, પુતિનનું રેડ કાર્પેટથી સ્વાગત કર્યું, અને ચાલો એ ન ભૂલીએ કે યુદ્ધ યુએસ-નાટોના કારણે શરૂૂ થયું હતું. અમેરિકાએ આતંકવાદી દેશ પાકિસ્તાન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શું તમારી પાસે આતંકવાદના પૈસાનો કોઈ નકશો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *