સૌરાષ્ટ્ર

જામનગરમાંથી ફૂડ વિભાગે અનેક દુકાનમાંથી ખાદ્યતેલના નમૂના લીધા

Published

on

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસ થી ખાદ્ય તેલના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલી છ ઓઇલ મિલો તેમજ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી છ દુકાનોમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે, અને નમૂના ને તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવામા આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી ઓ ડી.બી. પરમાર અને એન.પી. જાસોલીયા અને તેની ટીમ દ્વારા રાજય સરકારની સૂચના અન્વયે ખાદ્ય તેલના નમૂના લેવા માટેની ત્રિ-દિવસીય ઝુંબેશ ચલાવાઈ રહી છે.
શહેરમાં ખાસ કરીને ગ્રેઈન માર્કેટ સહિતના વિસ્તારમાં ખાદ્યતેલના 6 વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે, અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. આજે સવારે પણ આ ટૂકડીએ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી તેલ ના નમૂના લીધા હતાં.અને તેને પરીક્ષણ માટે લેબ.માં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી જુદી જુદી છ ઓઇલમિલો માંથી પણ ખાદ્યતેલના નમુના એકત્ર કરાયા છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version