કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા

બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…

બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ ત્રણ ભોગબનનાર ને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે.કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કૈલાશભાઈ સપડભાઈ સોલંકી તથા કૈલાશભાઇના પત્ની ઉષાબેન તથા કૈલાશભાઈના પુત્રી નિશાબેનનું ગઇકાલે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું. અને આરોપી વિક્રમ શમશીંગભાઇ દેસાઇ તથા ગનુ માવી તથા બે અજાણ્યા માણસો ત્રણેયને ખેંચીને બળજબરી પૂર્વક એક સફેદ કલરની બોલેરોકાર નાં જી.જે. 10- ડી.એન. 0301માં બેસાડી ચારેય આરોપીઓ અપહરણ કરી ગયા હતા.

જે અપહરણકારો તથા ભોગબનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ દિશાઓમાં પોલીસ ટીમો સક્રીય કરી હતી.
જેના ભાગરૂૂપે પો.સ.ઇ.શ્રી વી.એ. પરમાર તથા ટીમેં આરોપીઓના ટેકનીકલ ઇનપુટ મેળવ્યા હતા તેમજ ટેકનીકલ શોર્સીસના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ભોગ બનનારને લઇને અલીરાજપુર મધ્યપ્રદેશ બાજુ જઈ રહયા છે. તેમજ તારાપુર વડોદરા રૂૂટ ઉપર છે.

જેથી તેઓનો પીછો કરી વડોદરા ગ્રામ્ય ના જરોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, સ્થાનિક પોલીસ ની મદદ લીધી હતી, પાવગઢ હાઇવે પર નાકાબંધી કરાવી તમામ આરોપીઓઆરોપીઓ વિક્રમ જમસિંગ દેસાઇ, શમશેર પારમસિંગ માવી, ગનુ રંગસિંગ માવી અને ગુરુ કાદીભાઇ માવીનીઅટકાયત કરી લીધી છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે ત્રણેય બંધકોને મુક્ત કરાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *