પૂર્વ નાણામંત્રીને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં હાલ પૂરતી રાહત

દિલ્હી હાઈકોર્ટે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને અસ્થાયી રૂૂપે અટકાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ…


દિલ્હી હાઈકોર્ટે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને અસ્થાયી રૂૂપે અટકાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલા આરોપોને સ્વીકારવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે ભૂતપૂર્વ જાહેર સેવક સામે કાર્યવાહી કરવા માટે જરૂૂરી પરવાનગી ગેરહાજર હતી.


ભૂતપૂર્વ નાણા પ્રધાને મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા અને આ કેસમાં તેમની અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લેતા ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો.


મંગળવારે, ચિદમ્બરમના વકીલે જસ્ટિસ મનોજ કુમાર ઓહરી સમક્ષ દલીલ કરી હતી કે વિશેષ ન્યાયાધીશે મની લોન્ડરિંગના કથિત ગુના માટે ચાર્જશીટની સંજ્ઞાન લીધી હતી, જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કે જેઓ ગુનો થયો ત્યારે જાહેર સેવક હતા તેથી તેમની સામે કેસ ચલાવવા પૂર્વ મંજરુ જરૂરી છે.


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) ના વકીલે અરજીની જાળવણી પર પ્રાથમિક વાંધો ઉઠાવ્યો હતો અને રજૂઆત કરી હતી કે આ કેસમાં કાર્યવાહી માટે મંજૂરીની જરૂૂર નથી કારણ કે આરોપો ચિદમ્બરમની ક્રિયાઓથી સંબંધિત છે જેને તેમની સત્તાવાર ફરજો સાથે કોઈ લેવાદેવા નથી.


ટ્રાયલ કોર્ટે 27 નવેમ્બર, 2021 ના રોજ એરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ વિરુદ્ધ સીબીઆઈ અને ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી અને તેમને પછીની તારીખ માટે સમન્સ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *